શુભમન ગિલના બોલર્સ સામે ટકી શકશે શિખર ધવનના બૅટર્સ?

04 April, 2024 07:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુજરાત સામે જીતના રેકૉર્ડની બરાબરી કરવા ઊતરશે પંજાબ

શુભમન ગિલ , શિખર ધવન

લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ના મયંક યાદવની તોફાની બોલિંગ સામે ધ્વસ્ત થયેલા પંજાબ કિંગ્સ (PBKS)ના બૅટિંગ ઑર્ડરને આજે અમદાવાદની ધીમી પિચ પર ગુજરાત ટાઇટન્સ (GT)ના બોલરોના કઠિન પડકારનો સામનો કરવો પડશે. સતત બે મૅચ હારી ચૂકેલી શિખર ધવનની ટીમ આજે હારની હૅટ-ટ્રિકથી બચવાનો પ્રયત્ન કરશે, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે સાત વિકેટે આસાનીથી જીત મેળવી આત્મવિશ્વાસથી ભરેલી શુભમન ગિલની ટીમ વિજયરથ આગળ વધારવાનો સંપૂર્ણ પ્રયાસ કરશે. ત્રણ મૅચમાં બે જીત સાથે ગુજરાત પૉઇન્ટ્સ ટેબલમાં પાંચમા સ્થાને, જ્યારે પંજાબ માત્ર ૧ જીત સાથે આઠમા સ્થાને છે. 

મયંક યાદવની ગતિનો સામનો ન કરી શકનાર પંજાબના બૅટર્સને અનુભવી ફાસ્ટ બોલર મોહિત શર્માના નકલ બૉલ, સ્લો બાઉન્સર અને વાઇડ યૉર્કરનો સામનો કરવો પડશે. મોહિત શર્મા ૩ મૅચમાં ૬ વિકેટ સાથે પર્પલ કૅપની રેસમાં બીજા ક્રમે છે, વધુ બે વિકેટ લઈ તે આજે પર્પલ કૅપ હોલ્ડર બની શકે છે. આ સિવાય પંજાબને અફઘાની ત્રિપુટી રાશિદ ખાન, નૂર અહમદ અને અઝમતુલ્લા ઓમરઝાઈનો પણ સામનો કરવો પડશે. કૅપ્ટન શિખર ધવન સિવાય પંજાબનો કોઈ બૅટર સારું પ્રદર્શન કરી શક્યો નથી. લિઆમ લિવિંગસ્ટન સ્નાયુના ખેંચાણને કારણે આજે નહીં રમે તો પંજાબની મુશ્કેલીમાં વધારો થશે. 

પંજાબ માટે એની બૅટિંગ કરતાં વધુ ચિંતાનો વિષય છે ડેથ ઓવરનો યૉર્કર સ્પેશ્યલિસ્ટ અર્શદીપ સિંહ જે અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યો નથી. હર્ષલ પટેલ ૧૧.૪૧ અને રાહુલ ચહર ૧૧.૩૭ના ઇકૉનૉમી-રેટથી રન આપી રહ્યા છે. પંજાબ ઇંગ્લૅન્ડના સૅમ કરૅન પાસે આજે ઑલરાઉન્ડ પ્રદર્શનની આશા રાખશે. પંજાબ આજની મૅચ જીતીને હેડ-ડુ-હેડ રેકૉર્ડ બરાબર કરવાનો પ્રયાસ કરશે.

250
આટલામી T20 મૅચ વૃદ્ધિમાન સહા આજે રમશે.

34
આટલા રન ફટકારી ૩૦૦૦ T20 રન પૂરા કરી શકશે સૅમ કરૅન.

50
આટલામી IPL મૅચ આજે પંજાબનો સૅમ કરૅન રમશે 

હેડ-ટુ-હેડ રેકૉર્ડ

કુલ મૅચ

ગુજરાતની જીત

પંજાબની જીત

sports news sports cricket news IPL 2024 shubman gill gujarat titans kings xi punjab punjab kings