નારાયણ, નારાયણ... દિલ્હીને હરાવી કિંગ ખાનની ટીમ બની ગઈ નંબર વન

04 April, 2024 09:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કેરેબિયન ઑલરાઉન્ડર તેની ૫૦૧મી ટી૨૦ મૅચમાં કરિયર બેસ્ટ ૮૫ રન, એક વિકેટ અને એક કૅચ સાથે છવાયોઃ કલકત્તાના આઇપીએલના સેકન્ડ હાઈએસ્ટ ૨૭૨ રન સામે દિલ્હી ૧૭.૨ ઓવરમાં ૧૬૬ રનમાં ઑલઆઉટ

તસવીર: આઈપીએલ ડૉટ કૉમ

આઇપીએલ (IPL 2024)માં બુધવારે ફરી યજમાન ટીમે હાર જોવી પડી હતી. મંગળવારે બૅન્ગલોરમાં રૉયલ ચેલેન્જર્સ બૅન્ગલોરની હાર બાદ બુધવારે દિલ્હીએ તેમના આ સીઝનના હૉમ-ગ્રાઉન્ડ વિશાખાપટ્ટનમમાં ૧૦૬ રનના મસમોટા માર્જિનથી કલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) સામે પરાજય જોવો પડ્યો હતો. કલકત્તાએ આઇપીએલના ઇતિહાસનો સેકન્ડ હાઈએસ્ટ ૭ વિકેટે ૨૭૨ રનનો સ્કોર બનાવીને દિલ્હી (DC)ને મુશ્કેલ ૨૭૩ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે દિલ્હી કૅપ્ટન રિષભ પંત (૨૫ બૉલમાં પાંચ સિક્સર અને ચાર ફોર સાથે ૫૫ રન) અને ત્રીસ્તન સ્ટબ્બસ (૩૨ બૉલમાં ચાર સિક્સર અને ચાર ફોર સાથે ૫૪ રન)ની હાફ-સેન્ચુરી સાથેના સંઘર્ષ છતાં ૧૭.૨ ઓવરમાં ૧૬૬ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.

નારાયણ ઑન ફાયર

ટૉસ જીતીને કલકત્તાના કૅપ્ટન શ્રેયસ અય્યરે પહેલા બેટીંગ (IPL 2024) કરવાનો નિર્ણય લીધો હતો. કૅપ્ટનના નિર્ણયને તેમના ઓપનરો સુનીલ નારાયણ અને ફિલ સૉલ્ટે (૧૨ બૉલમાં ૧૮ રન) માત્ર ૪.૩ ઓવરમાં પ્રથમ વિકેટ માટે ૬૦ રનની પાર્ટનરશીપ સાથે યોગ્ય ઠેરવીને દિલ્હીના બૉલરોની લૅન્થ એન્ડ લાઇન બગાડી નાખી હતી. ૫૦૧મી ટી૨૦ મૅચ રમી રહેલા સુનીલ નારાયણે તેનું ફોર્મ જાળવી રાખતા સાત સિક્સર અને એટલી જ ફોર સાથે ૩૯ બૉલમાં ૮૫ રનની ધમાકેદાર અને તેના ટી૨૦ કરિયરની બેસ્ટ ઇનિંગ્સ રમ્યો હતો. નારાયણનો આ પહેલાનો હાઈએસ્ટ સ્કોર ૭૯ રનનો હતો જે તેણે ૨૦૧૭માં ર્બાબાડોસ ટ્રાઇટેન્ડ સામે બનાવ્યો હતો. નારાયણ ઉપરાંત પ્રથમ આઇપીએલ મૅચ રમી રહેલા ૧૮ વર્ષીય અંગક્રિશ રઘુવંશી (૨૭ બૉલમાં ૩ સિક્સર અને પાંચ ફોર સાથે ૫૪ રન), ઍન્દ્રે રસેલ (૧૯ બૉલમાં ૩ સિક્સર અને ચાર ફોર સાથે ૪૧ રન)  અને રિંન્કુ સિંહે (૮ બૉલમાં ૩ સિક્સર અને એક ફોર સાથે ૨૬ રન) પણ દિલ્હીના બોલરોની ખબર લઈ નાખતા કલકત્તાએ આઇપીએલના ઇતિહાસનો સેકન્ડ હાઈએસ્ટ ૭ વિકેટે ૨૭૨ રનનો સ્કોર બનાવી નાખ્યો હતો. એક સમયે તો લાગી રહ્યું હતું કે તેઓ હજુ એક અઠવાડિયા પહેલા જ મુંબઈ સામે હૈદરાબાદે બનાવેલા ૩ વિકેટે ૨૭૭ રનના હાઈએસ્ટ સ્કોરના રેકોર્ડને તોડી નાખશે. પણ ઇશાંત શર્માની છેલ્લી ઓવરમાં કમાલની બૉલિંગને લીધે કલકત્તા પાંચ રનથી દૂર રહી ગયા હતાં.

કલકત્તાનો આ સ્કોર (IPL 2024) તેમનો આઇપીએલમાં હાઈએસ્ટ સ્કોર બની ગંયો હતો. આ પહેલાનો તેમનો હાઈએસ્ટ સ્કોર ૬ વિકેટે ૨૪૫ રનનો હતો જે તમેણે ૨૦૧૮માં પંજાબ સામે બનાવ્યો હતો.

પંત-સ્તબ્બસ જ લડ્યા

બોલરોની ધુલાઈ બાદ દિલ્હીના બૅટ્સમેનો માટે પહાડ જેવો ટાર્ગેટ હતો. ૪.૩ ઓવરમાં ૩૩ રનમાં જ ચાર વિકેટ ગુમાવીને દિલ્હી ફસડાઈ પડી હતી. જોકે કૅપ્ટન રિષભ પંત અને ત્રીસ્તન સ્ટબ્બસે હાફ-સેન્ચુરીને પ્રતિકાર કયોર઼્ હતો. જોકે તેઓ ટીમને હારથી નહોતા બચાવી શક્યા બણ ટીમની નામોશીને થોડીક ઓછી જરૂર કરી હતી.

કલકત્તા બની નંબર વન

જીતની હૅટ-ટ્રીક સાથે શાહરુખ ખાનની ટીમ પૉઇન્ટ ટેબલમાં ૬ પૉઇન્ટ અને ૨.૫૧૮ની રનરેટ સાથે નંબર વન બની ગઈ હતી. રાજસ્થાનના પણ ત્રણ મૅચમાં ૬ પૉઇન્ટ છે પણ તેમનો ૧.૨૪૯નો રનરેટ હોવાથી બીજા નંબરે ઉતરવું પડ્યું હતું. દિલ્હી ચોથી મૅચમાં ત્રીજી હારને લીધે નવમા નંબરે ધકેલાઈ ગઈ હતી.

નારાયણની કમાલ

ટીનઍજર અંગક્રિશનું રેકોર્ડ આગમન

૧૮ વર્ષ ૩૦૩ દિવસ - આ ઉંમરે અંગક્રિશ રઘુવંશીએ બુધવારે તેમની પ્રથમ આઇપીએલ મૅચમાં જ ફિફ્ટી પ્લસનો સ્કોર બનાવીને નવો રેકોર્ડ બનાવી નાખ્યો હતો. પોતાની પ્રથમ જ આઇપીએલ મૅચમાં ફિફ્ટી પ્લસનો સ્કોર બનાવનારએ એ હવે સૌથી યુવા ભારતીય ખેલાડી બની ગયો છે. આ પહેલાનો રેકોર્ડ શ્રીવત્સ ગોસ્વામીના નામે હતો. જે તેણે ૨૦૦૮માં ૧૯મો જન્મદિવસ મનાવ્યાના બીજા જ દિવસે આઇપીએલની તેની પ્રથમ મૅચમાં બાવન રનની રેકોડ-બ્રેક ઇનિંગ્સ રમી હતી. 

IPLમાં  ટૉપ-ફાઇવ હાઈએસ્ટ ટીમ સ્કોર

ટીમ વિરુદ્ધ સ્કોર
હૈદરાબાદ મુંબઈ ૨૭૭/૩
કલકત્તા દિલ્હી ૨૭૨/૭
બૅન્ગલોર પુણે ૨૬૩/૫
લખનઉ પંજાબ ૨૫૭/૫
બૅન્ગલોર ગુજરાત ૨૪૮/૩

નંબર ગૅમ

૨૯૯ - આઇપીએલની આ સીઝનમાં અત્યાર સુધી આટલી સિક્સરો જોવા મળી છે. આ કોઈપણ સીઝનની પ્રથમ ૧૬ મૅચમાં જોવા મળેલી હાઈએસ્ટ છે. 

Shah Rukh Khan delhi capitals kolkata knight riders IPL 2024 indian premier league cricket news sports sports news