લાન્સ ક્લુઝનર બની ગયો લખનઉ સુપર જાયન્ટ્સનો અસિસ્ટન્ટ કોચ

04 March, 2024 06:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એ પહેલાં તે મુંબઈ ઇન્ડિયન્સનો અસિસ્ટન્ટ કોચ રહી ચૂક્યો હતો.

લાન્સ ક્લુઝનર

આઇપીએલ ૨૦૨૪ પહેલાં લખનઉ સુપર જાયન્ટ્સમાં મહત્ત્વના ફેરફાર થઈ રહ્યા છે. હાલમાં કૃણાલ પંડ્યાના સ્થાને વેસ્ટ ઇન્ડીઝના વિકેટકીપર-બૅટ્સમૅન નિકોલસ પૂરનને વાઇસ કૅપ્ટન બનાવવામાં આવ્યો હતો. હવે વર્લ્ડ કપ ૧૯૯૯માં ૨૮૧ રન બનાવીને અને ૧૭ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ બનનાર લાન્સ ક્લુઝનરને લખનઉની ટીમનો અસિસ્ટન્ટ કોચ બનાવવામાં આવ્યો છે. તે હેડ કોચ જસ્ટિન લૅન્ગર અને અસિસ્ટન્ટ કોચ એસ. શ્રીરામ સાથે કામ કરશે. તે સાઉથ આફ્રિકા માટે ૪૯ ટેસ્ટ અને ૧૭૧ વન-ડે રમ્યો છે. એ પહેલાં તે મુંબઈ ઇન્ડિયન્સનો અસિસ્ટન્ટ કોચ રહી ચૂક્યો હતો. તે એસએ૨૦માં ડર્બન સુપર જાયન્ટ્સનો હેડ કોચ છે.

sports news sports lucknow super giants IPL 2024 cricket news