કાં તો આખી સીઝન માટે અવેલેબલ રહો અથવા તો બિલકુલ ન આવશો

17 May, 2024 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૩૯ વર્ષના ઇરફાન પઠાણે આ ટ્વીટ દ્વારા ઇંગ્લૅન્ડના ક્રિકેટર્સને ટૉન્ટ માર્યો હતો

ઇરફાન પઠાણ

બાવીસ મેથી પાકિસ્તાન સામે શરૂ થનારી ચાર મૅચની T20 સિરીઝ માટે ઇંગ્લૅન્ડના ક્રિકેટર્સે IPL ફ્રૅન્ચાઇઝીનો સાથ છોડવાની શરૂઆત કરી દીધી છે. રાજસ્થાન રૉયલ્સના જોસ બટલર અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના વિલ જેક્સ-રીસ ટોપલી સહિતના ખેલાડીઓ ઇંગ્લૅન્ડ પરત ફર્યા છે. ટૂંક સમયમાં સૅમ કરૅન અને ફિલ સૉલ્ટ સહિતના ખેલાડીઓ પણ સ્વદેશ જવા રવાના થશે. નૅશનલ ડ્યુટી માટે પ્લેઑફ પહેલાં ફ્રૅન્ચાઇઝીઓનો સાથ છોડનાર ઇંગ્લૅન્ડના ખેલાડીઓ પર વધુ એક ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ભડક્યો છે. IPL કૉમેન્ટેટર અને ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઇરફાન પઠાણે દેશનું નામ લીધા વિના ટ્વીટ કરી હતી કે કાં તો આખી સીઝન માટે અવેલેબલ રહો અથવા બિલકુલ ન આવશો. ૩૯ વર્ષના ઇરફાન પઠાણે આ ટ્વીટ દ્વારા ઇંગ્લૅન્ડના ક્રિકેટર્સને ટૉન્ટ માર્યો હતો. આ પહેલાં લિટલ માસ્ટર સુનીલ ગાવસકર પણ ઇંગ્લિશ ક્રિકેટર્સનો વિરોધ કરી ચૂક્યા છે. 
તેમણે તો નેક્સ્ટ સીઝનથી આવા ક્રિકેટર્સની સૅલેરી કાપવાની પણ સલાહ આપી હતી. 

sports news sports cricket news IPL 2024 irfan pathan