10 May, 2024 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુજરાત ટાઈટન્સની ટીમ
IPL 2024ના સૌથી યુવા કૅપ્ટન શુભમન ગિલની ટીમ ગુજરાત ટાઇટન્સ પોતાની અંતિમ હોમ મૅચમાં નવી જર્સીમાં જોવા મળશે. ૧૩ મેએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રમાનારી અંતિમ હોમ મૅચમાં ગુજરાતની ટીમ લૅવન્ડર જર્સીમાં જોવા મળશે. કૅન્સર સામે લડી રહેલા લોકોને સપોર્ટ કરવા અને કૅન્સરની અવેરનેસ માટે ગુજરાતની ટીમ સતત બીજા વર્ષે લૅવન્ડર જર્સી પહેરીને દુનિયાને સ્પેશ્યલ મેસેજ આપશે. અન્ય ટીમ કયા અભિયાન માટે સ્પેશ્યલ જર્સી પહેરે છે? ચાલો જાણીએ.
બૅન્ગલોર : ગો ગ્રીન અભિયાન હેઠળ પર્યાવરણને સ્વચ્છ રાખવાનો સંદેશ આપવા પહેરે છે ગ્રીન જર્સી.
રાજસ્થાન : પિન્ક પ્રૉમિસ અભિયાન હેઠળ નારી સશક્તીકરણનો સંદેશ આપવા પહેરે છે પિન્ક જર્સી.
લખનઉ : આઇકૉનિક ભારતીય ફુટબૉલ ક્લબ મોહન બાગાનના વારસાને માન આપવા માટે બ્રાઉન જર્સી પહેરે છે.
દિલ્હી : દિલ્હીના વારસા અને નવીનતાથી પ્રેરિત બ્લુ જર્સી.