આઇપીએલનો પ્રથમ આદિવાસી પ્લેયર અકસ્માતમાં ઈજાગ્રસ્ત

04 March, 2024 06:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુજરાત ટાઇટન્સને વધુ એક ઝટકો, ૩.૬ કરોડ રૂપિયામાં ખરીદેલો રૉબિન મિંજ હૉસ્પિટલમાં

રૉબિન મિંજ

આઇપીએલની ૧૭મી સીઝનની શરૂઆત પહેલાં ગુજરાત ટાઇટન્સને વધુ એક ઝટકો લાગ્યો છે. ૨૧ વર્ષનો રૉબિન મિંજ ઍક્સિડન્ટમાં ઈજા પામ્યો છે. ગુજરાત ટાઇટન્સે મિની ઑક્શનમાં રૉબિનને ૩.૬ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રૉબિન આઇપીએલના ઑક્શનમાં ખરીદાયેલો પ્રથમ આદિવાસી પ્લેયર છે. સુપરબાઇકની રાઇડ દરમ્યાન બીજી બાઇક સાથે અથડાતાં તેણે નિયંત્રણ ગુમાવ્યું હતું. આ અકસ્માતથી બાઇકને ભારે નુકસાન થયું છે. જોકે રૉબિનને વધારે ગંભીર ઈજા નથી થઈ અને હાલમાં તે સારવાર લઈ રહ્યો છે. ઝારખંડના આ લેફ્ટી વિકેટકીપર-બૅટરના પિતા ભારતીય સેનાના ભૂતપૂર્વ સૈનિક છે અને હાલમાં રાંચી ઍરપોર્ટ પર સિક્યૉરિટી ગાર્ડની નોકરી કરી રહ્યા છે. હાલમાં શુભમન ગિલે રૉબિનના પપ્પા સાથેનો ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. 

ગુજરાત ટાઇટન્સની ટીમ રૉબિન ઝડપથી સાજો થાય એવી પ્રાર્થના કરશે, કારણ કે હાર્દિક પંડ્યાની મુંબઈ ઇન્ડિયન્સમાં વાપસી અને મોહમ્મદ શમીની સર્જરીને કારણે ટીમ પહેલાંથી જ નબળી દેખાઈ રહી છે. 

sports news sports cricket news IPL 2024 gujarat titans