વિરાટ કોહલી પર બોલી લગાવી ત્યારે મારા અંતરાત્માએ મને કહ્યું હતું કે ‘કિંગ કોહલી ઇઝ બેસ્ટ ચૉઇસ’

23 May, 2024 10:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

RCBના ભૂતપૂર્વ ઓનર વિજય માલ્યા કહે છે...

વિજય માલ્યા

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની પ્રથમ સીઝનમાં વિરાટ કોહલીની પસંદગી કરનાર રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ના ભૂતપૂર્વ માલિક વિજય માલ્યાએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર લખ્યું કે ‘જ્યારે મેં RCB ટીમ માટે બોલી લગાવી અને વિરાટ માટે બોલી લગાવી ત્યારે મારા અંતરાત્માએ મને કહ્યું કે આનાથી સારી પસંદગી બીજી કોઈ હોઈ શકે નહીં.’

૨૦૧૬થી બ્રિટનમાં રહેતા માલ્યાની બંધ થયેલી કિંગફિશર ઍરલાઇન્સ પર બૅન્કોની ૯૦૦૦ કરોડ રૂપિયાથી વધુની લોન છે. કાયદાકીય કાર્યવાહીને કારણે તેણે એ જ વર્ષે બૅન્ગલોરના માલિકી હક્કો પણ ગુમાવવા પડ્યા હતા. એમ છતાં તેણે બૅન્ગલોરની વિમેન્સ ટીમને ચૅમ્પિયન બનવા પર શુભેચ્છા પાઠવી અને મેન્સ ટીમની આ વર્ષે ટાઇટલ જીતવાની આશા વ્યક્ત કરી હતી. 

IPL 2024 indian premier league royal challengers bangalore virat kohli vijay mallya cricket news sports sports news