IPL 2024: રાહુલના દમ પર લખનઉની સુપર જીત, ચેન્નઈ ફરી ઘરબહાર હાર્યું

20 April, 2024 10:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

IPL 2024: CSK vs LSG, Match 34: ગુરુવાર બર્થ-ડે મનાવનાર કૅપ્ટન રાહુલે ૮૨ રનની મૅનવિનિંગ ઇનિંગ્સ સાથે ટીમને આપી ખૂબ જરૂરી જીતીની ગિફ્ટઃ ૯ બૉલમાં બે સિક્સર અને ત્રણ ફોર સાથે અણનમ ૨૮ રન ફટકારીને ચાહકોની ફરી ખુશમખુશ કરી દીધા

રવીન્દ્ર જાડેજાએ લખનઉના કૅપ્ટન કે. એલ. રાહુલનો ડાઇવ મારીને એક હાથે અદભૂત કૅચ પકડ્યો હતો

આઇપીએલ ૨૦૨૪ (IPL 2024) માં ગઈ કાલે લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) એ ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ને એક ઓવર બાકી રાખીને પ્રમાણમાં આસાનીથી ૮ વિકેટે હરાવી દીધા હતાં. ચેન્નઈએ આપેલા ૧૭૭ રનના ટાર્ગેટને લખનઉએ ૧૯ ઓવરમાં બે વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. બે કૅચ અને ૫૩ બૉલમાં ૮૨ રનની ઇનિંગ્સ રમનાર લખનઉનો કૅપ્ટન મૅન ઑફ ધ મૅચ જાહેર થયો હતો.

જાડેજાનો જોશ, ધોનીનો ધમાકો

લખનઉએ ટૉસ જીતીને ચેન્નઈને પહેલા બેટીંગ માટે આમંત્રણ આપ્યું હતું. રાચિન રવિન્દ્રન (૦), શિવમ દુબે (૩) અને સમીર રિઝવી (૧) ફ્લૉપ રહ્યા હતાં. અજિંક્ય રહાણે (૩૬) અને કૅપ્ટન રુતુરાજ ગાયકવાડે (૧૭) સારી શરૂઆત બાદ વધુ ટકી શક્યા નહોતો. પણ રવિન્દ્ર જાડેજાએ ૪૦ બૉલમાં એક સિક્સર અને પાંચ ફોર સાથે ૫૭ રન સાથે એક છેડો સાચવી રાખ્યો હતો. મોઇન અલીની ૨૦ બૉલમાં ૩ સિક્સર સાથે ૩૦ રનની ધમાકેદાર ઇનિંગ્સ રનગતીને ઝડપી આપ્યા બાદ ૧૩ બૉલ બાકી હતાં ત્યારે મેદાનમાં આવીને ચાહકોના લાડકા  મહેન્દ્ર સિંહ ધોનીએ માત્ર ૯ બૉલમાં બે સિક્સર અને ત્રણ ફોર સથે ૨૮ રન ફટકારીને સ્કોરને ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૭૬ રન પર પહોંચાડી‌ દીધો હતો.

રાહુલ-ડિકૉકની મજબૂત શરૂઆત

૧૭૭ રનના ટાર્ગેટ સામે લખનઉએ ઓપનરો કૅપ્ટન કે. એલ. રાહુલ (૫૩ બૉલમાં ૩ સિક્સર અને ૯ ફોર સાથે ૮૨ રન) અને ક્વિન્ટન ડિકૉકે (૪૩ બૉલમાં એક સિક્સર અને પાંચ ફોર સાથે ૫૪ રન) ૧૫ ઓવરમાં ૧૩૦ રનની ઓપનિંગ પાર્ટનરશીપ જીતનો પાયો નાખ્યો હતો અને ચેન્નઈ માટે કમબૅકના બધા જ દરવાજા બંધ કરી દીધા હતાં. ઓપનરોની વિદાય બાદ નિકોલસ પૂરનની ૧૨ બૉલમાં એક સિક્સર અને ૩ ફોર સાથે ફટકાબાજીને લીધે લખનઉએ ૧૯મી ઓવરના છેલ્લા બૉલે વિજય મેળવી લીધો અને ટૉપ ફોર માટે દાવેદારી મજબૂત કરી હતી.

પૉઇન્ટ ટેબલમાં નો ચેન્જ

લખનઉની જીત છતાં અને ચેન્નઈની હાર છતાં પૉઇન્ટ ટેબલમાં તેમની પૉઝિશનમાં કોઈ બદલાવ નહોતો થયો. સાત મૅચમાં ૩ હાર અને ચાર જીત અને ૦.૫૨૯ની રનરેટ સાથે ત્રીજા નંબરે અને લખનઉ સાત મૅચમાં ૩ હાર અને ચાર જીત તેમજ ૦.૧૨૩ રનરેટ સાથે પાંચમાં નંબરે જળવાઈ રહ્યાં હતાં.

વિકેટકિપર ધોનીના ૫૦૦૦ રન

શુક્રવારે ૯ બૉલમાં ૨૮ રનની ઇનિંગ્સ સાથે મહેન્દ્ર સિંહે આઇપીએલમાં વિકેટકિપર બૅટર તરીકે ૫૦૦૦ રનનો માઇલસ્ટોન પાર કરી લીધો હતો. આવી કમાલ કરનાર એ ટુર્નામેન્ટનો પ્રથમ વિકેટકિપર બની ગયો હતો. ઑવરઑલ ધોનીના આઇપીએલમલં ૨૫૭ મૅચમાં ૫૧૬૯ રન થયા છે.

આ ઉપરાંત ૨૦મી ઓવરમાં ગઈ કાલે છેલ્લી ૨૦મી ઓવરમાં એક સિક્સર અને બે ફોર સાથે ૧૬ રન બનાવીને ધોનીએ છેલ્લી સૌથી વધુ ૭૭૨ રનના રેકોર્ડને વધુ મજબૂત કરી લીધો હતો. ધોનીએ ૨૦મી ઓવરમાં ૩૧૩ બૉલમાં ૬૫ સિક્સર અને ૫૩ તેમજ ૨૪૬ની સ્ટ્રાઇક રેટ સાથે હાઈએસ્ટ ૭૭૨ રન બનાવ્યા છે. આ સીઝનમાં તેમણે છેલ્લી ઓવરમાં ૧૬ બૉલમાં ૬ સિક્સર અને ચાર ફોર અને ૩૫૬ની સ્ટ્રાઇક રેટ સાથે ૫૭ રન બનાવ્યા છે.

ધોનીની ૧૦૧ મીટરની સિક્સર

ધોનીએ ગઈ કાલે છેલ્લી ઓવરમાં યશ ઠાકૂરના ગગનચૂંબી ૧૦૧ મીટર દૂર સિક્સર ફટકારી હતી. એ આ સીઝનની દિનેશ કાર્તિક (૧૦૮ મીટર), હૅન્રિચ ક્લૉસેન (૧૦૬ મીટર), વેન્કટેશ અય્યર (૧૦૬ મીટર), નિકોલસ પૂરન (૧૦૬ મીટર), ઈશાન કિશન (૧૦૩ મીટર) અને ઍન્દ્રે રસેલ (૧૦૨ મીટર) બાદ સાતમી લોગેસ્ટ સિક્સર બની ગઈ હતી.

હવે ટક્કર કોની સામે?

લખનઉ અને ચેન્નઈ ફરી પાછા ચેન્નઈમાં મંગળવારે ટકરાશે

આઇપીએલ ૨૦૨૪નું પૉઇન્ટ ટેબલ

 

ટીમ

મૅચ

જીત

હાર

પૉઇન્ટ

રનરેટ

રાજસ્થાન

૧૨

૦.૬૭૭

કલકત્તા

૧.૩૯૯

ચેન્નઈ

૦.૫૨૯

હૈદરાબાદ

૦.૫૦૨

લખનઉ

૦.૧૨૩

દિલ્હી

-૦.૦૭૪

મુંબઈ

-૦.૧૩૩

ગુજરાત

-૧.૩૦૩

પંજાબ

-૦.૨૫૧

બૅન્ગલોર

-૧.૧૮૫

IPL 2024 indian premier league lucknow super giants chennai super kings ms dhoni mahendra singh dhoni ravindra jadeja rachin ravindra ajinkya rahane ruturaj gaikwad kl rahul cricket news sports sports news