યે બેચારા, કામ કે બોજ કા મારા

24 November, 2023 09:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્ટોક્સ ઘૂંટણમાં સર્જરી કરાવવાનો હોવાથી આઇપીએલમાં નહીં રમે. ૨૦૨૩ની સીઝનમાં તે ફક્ત બે મૅચ રમ્યો હતો.

બેન સ્ટ્રોક્સ

ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ના બ્રિટિશ ઑલરાઉન્ડર બેન સ્ટોક્સે વર્કલોડના અને ફિટનેસના મુદ્દાને ધ્યાનમાં રાખીને ૨૦૨૪ની આઇપીએલ ન રમવાનો નિર્ણય લીધો છે. જોકે સીએસકેના ફ્રૅન્ચાઇઝીએ સ્ટોક્સને રિલીઝ કરવામાં આવશે કે નહીં એ વિશે ગઈ કાલે કંઈ જ જણાવ્યું નહોતું. સ્ટોક્સ ઘૂંટણમાં સર્જરી કરાવવાનો હોવાથી આઇપીએલમાં નહીં રમે. ૨૦૨૩ની સીઝનમાં તે ફક્ત બે મૅચ રમ્યો હતો.

આઇપીએલની તમામ ટીમોને તેઓ કયા ખેલાડીઓને રિટેન કરશે અને કોને રિલીઝ કરશે એનાં નામ રવિવાર, ૨૬ નવેમ્બર સુધી જાહેર કરવાનું કહેવામાં આવ્યું છે. ગયા વર્ષે સ્ટોક્સને સીએસકેએ પોતે ખરીદેલા તમામ ખેલાડીઓમાં સૌથી ઊંચા ૧૬.૨૫ કરોડ રૂપિયાના ભાવે ખરીદ્યો હતો. સીએસકે પાસે સ્ટોક્સને ૨૦૨૫ના મેગા ઑક્શન પહેલાં રિટેન કરવાનો વિકલ્પ છે. જોકે તેને સીએસકે જો રવિવાર સુધીમાં રિલીઝ કરી દેશે તો તેના નામની એ રકમ (૧૬.૨૫ કરોડ) આવતા મહિને (૧૯ ડિસેમ્બરે) દુબઈમાં યોજાનારી હરાજીમાં કોઈક ખેલાડીઓને મેળવવા ખર્ચ કરી શકશે.

હાર્દિક-રોહિત વિશે મોટી અફવા : ટ્રેડિંગ વિન્ડોમાં થયા મહત્ત્વના ફેરફાર
(૧) મુંબઈ ટાઇટન્સનો કૅપ્ટન હાર્દિક પંડ્યા પાછો મુંબઈ ઇન્ડિયન્સમાં આવશે તથા મુંબઈના સુકાની રોહિત શર્માને ગુજરાત ટાઇટન્સનો કૅપ્ટન બનાવાશે એવી અટકળ હતી.
(૨) આવેશ ખાન (૧૦ કરોડ રૂપિયા) લખનઉ સુપર જાયન્ટ‍્સમાંથી રાજસ્થાન રૉયલ્સમાં આવ્યો.
(૩) દેવદત્ત પડિક્કલ (૭.૫ કરોડ રૂપિયા) રાજસ્થાન રૉયલ્સમાંથી લખનઉ સુપર જાયન્ટ‍્સમાં આવ્યો.
(૪) રોમારિયો શેફર્ડ (૫૦ લાખ રૂપિયા) લખનઉ સુપર જાયન્ટ‍્સમાંથી મુંબઈ ઇન્ડિયન્સમાં આવ્યો.

ben stokes ipl 2023 indian cricket team cricket news sports news sports