IPL 2024: દિલ્હી કેપિટલ્સને મોટો ફટકો, ઋષભ પંત પર લાગ્યો પ્રતિબંધ

11 May, 2024 05:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પંતની ટીમે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની મેચ નંબર 56 દરમિયાન રાજસ્થાન રોયલ્સ સામે સ્લૉ ઑવર રેટ હેઠળ બોલિંગ કરી હતી

ઋષભ પંતની ફાઇલ તસવીર

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024) રમી રહેલી દિલ્હી કેપિટલ્સની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. તેમના કેપ્ટન ઋષભ પંતને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં દિલ્હી કેપિટલ્સની ધીમી ઑવર રેટના ગુનાને કારણે ઋષભ પંત (Rishabh Pant)ને એક મેચ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. પંત પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

સમગ્ર મામલાને સમજવા માટે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત પર IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. વાસ્તવમાં, પંતની ટીમે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની મેચ નંબર 56 દરમિયાન રાજસ્થાન રોયલ્સ સામે સ્લૉ ઑવર રેટ હેઠળ બોલિંગ કરી હતી. આ મેચ 7 મે 2024ના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાઈ હતી.

વાસ્તવમાં, આઈપીએલ (IPL 2024) આચાર સંહિતા હેઠળ આ સીઝનમાં પંતની ટીમનો આ ત્રીજો ગુનો હતો, જેના કારણે ઋષભ પંતને 30 લાખ રૂપિયાનો દંડ અને એક મેચ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. હવે ઈમ્પેક્ટ પ્લેયર સહિત પ્લેઈંગ ઈલેવનના બાકીના સભ્યોને વ્યક્તિગત રીતે રૂા. 12 લાખ અથવા તેમની સંબંધિત મેચ ફીના 50 ટકા જે ઓછું હોય તે દંડ ફટકારવામાં આવ્યો છે.

દિલ્હી કેપિટલ્સે નિર્ણયને પડકાર્યો

આઈપીએલ આચાર સંહિતાની કલમ 8 મુજબ દિલ્હી કેપિટલ્સે મેચ રેફરીના નિર્ણયને પડકારતી અપીલ દાખલ કરી હતી. આ પછી અપીલ બીસીસીઆઈ લોકપાલને સમીક્ષા માટે મોકલવામાં આવી હતી. આ પછી લોકપાલે આ કેસની વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરી હતી. આ પછી મેચ રેફરીના નિર્ણયને અંતિમ અને બંધનકર્તા માનવામાં આવે છે.

આઈપીએલમાં સ્લૉ ઑવર રેટ માટે આ રીતે દંડ લાદવામાં આવ્યો

આઈપીએલની ધીમી ઓવર રેટ સાથે સંબંધિત આચારસંહિતા હેઠળ, જો કોઈ ટીમનો કેપ્ટન પહેલો ગુનો કરે છે તો તેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. જો તે કેપ્ટન આઈપીએલ સિઝનમાં બીજી વખત સ્લૉ ઑવર રેટનો ગુનો કરે છે, તો 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. જો ત્રીજી વખત ભૂલ થાય છે, તો કેપ્ટન પર એક મેચનો પ્રતિબંધ અને 30 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવે છે.

આઈપીએલ આચાર સંહિતાની કલમ 8 મુજબ દિલ્હી કેપિટલ્સે મેચ રેફરીના નિર્ણયને પડકારતી અપીલ દાખલ કરી હતી. આ પછી અપીલ બીસીસીઆઈ લોકપાલને સમીક્ષા માટે મોકલવામાં આવી હતી. આ પછી લોકપાલે આ કેસની વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરી હતી. આ પછી મેચ રેફરીના નિર્ણયને અંતિમ અને બંધનકર્તા માનવામાં આવે છે.

દિલ્હી કેપિટલ્સ હજુ પણ પ્લેઑફની રેસમાં છે. દિલ્હી 12 મેચમાં 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. દિલ્હી કેપિટલ્સ તેની આગામી મેચ 12 મેના રોજ આરસીબી સામે રમશે. ઋષભ પંત આ મેચમાં રમી શકશે નહીં.

IPL 2024 Rishabh Pant indian premier league cricket news sports sports news