02 December, 2023 10:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હર્ષલ પટેલ
આગામી ૧૯ ડિસેમ્બરે દુબઈમાં યોજાનારા આઇપીએલના પ્લેયર્સ ઑક્શનમાં તમામ ૧૦ ફ્રૅન્ચાઇઝીઓએ કુલ મળીને ફક્ત ૭૭ ખેલાડીઓને ખરીદવાના છે, પરંતુ એ માટે આઇપીએલના મોવડીઓએ આ ટીમના માલિકોને કહ્યું છે કે અમારી પાસે કુલ ૧૧૬૬ ખેલાડીઓનાં રજિસ્ટ્રેશન આવ્યાં છે. જોકે ફ્રૅન્ચાઇઝીઓ આ તમામ ખેલાડીઓનાં નામ જોઈ ગયા પછી એમાંથી કોને ખરીદવામાં રસ ધરાવે છે એ જણાવશે ત્યાર બાદ આ લાંબીલચક યાદીને ટૂંકી કરી નાખવામાં આવશે. ફ્રૅન્ચાઇઝીઓ પાસે કુલ ૨૬૨.૯૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો બાકી છે. પચીસ ખેલાડીનાં નામ સૌથી વધુ બે કરોડ રૂપિયાવાળી બેઝ પ્રાઇસની કૅટેગરીમાં છે અને એમાં તાજેતરમાં ભારતમાં વર્લ્ડ કપ જીતનાર ઑસ્ટ્રેલિયન ટીમના ૭ પ્લેયર્સનો પણ સમાવેશ છે. વર્લ્ડ કપમાં ૫૭૮ રન બનાવનાર કિવી ઑલરાઉન્ડર રાચિન રવીન્દ્રએ પોતાને ફક્ત ૫૦ લાખ રૂપિયાની બેઝ પ્રાઇસમાં મુકાવ્યો છે.
કયો ખેલાડી કેટલા રૂપિયાની બેઝ પ્રાઇસમાં?
બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસમાં કોણ? : હર્ષલ, શાર્દૂલ, ઉમેશ, કેદાર, મુજીબ, અબૉટ, કમિન્સ, હૅઝલવુડ, ટ્રેવિસ હેડ, ઇંગ્લિસ, સ્ટાર્ક, સ્ટીવ સ્મિથ, મુસ્તફિઝુર, બૅન્ટન, બ્રુક, ડકેટ, ઓવર્ટન, આદિલ રાશિદ, વિલી, વૉક્સ, ફર્ગ્યુસન, કૉએટ્ઝી, રાઇલી રુસો, ડુસેન અને ઍન્જેલો.
દોઢ કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસમાં કોણ? : નબી, હેન્રિક્સ, લીન, કેન રિચર્ડસન, ડેનિયલ સૅમ્સ, વૉરેલ, ટૉમ કરૅન, માર્ચન્ટ ડી લૅન્ગ, જૉર્ડન, મલાન, ટાઇમલ મિલ્સ, સૉલ્ટ, કૉરી ઍન્ડરસન, મનરો, નીશૅમ, સાઉધી, ઇન્ગ્રમ, હસરંગા, હોલ્ડર અને રુધરફોર્ડ.
એક કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસમાં કોણ? : ઍગર, મેરેડિથ, શૉર્ટ, ઍશ્ટન ટર્નર, ઍટકિન્સન, બિલિંગ્સ, બ્રેસવેલ, ગપ્ટિલ, જૅમીસન, મિલ્ન, ડેરિલ મિચલ, પાર્નેલ, પ્રિટોરિયસ, અલ્ઝારી જોસેફ, રૉવમેન પૉવેલ અને ડેવિડ વિસ.