05 April, 2023 11:19 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ધોનીએ ચાર વાઇડ અને ત્રણ નો-બૉલ ફેંકનાર તુષાર દેશપાંડેને સૌથી વધુ સલાહ-સૂચન આપ્યાં હતાં.
ચેન્નઈ સુપર કિંગ્સે સોમવારે હોમગ્રાઉન્ડ ચેપૉકમાં લખનઉ સુપર જાયન્ટ્સને એક્સાઇટિંગ મુકાબલામાં ૧૨ રનથી હરાવીને આઇપીએલની ૧૬મી સીઝનમાં ખાતું ખોલાવ્યું એનો કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને જેટલો આનંદ છે એના કરતાં કદાચ વધુ નારાજગી પોતાના કેટલાક ફાસ્ટ બોલર્સની બોલિંગ બાબતમાં છે. ત્રણ ફાસ્ટ બોલર્સ અને સ્પિનર મોઇન અલીની બોલિંગમાં કુલ મળીને ૧૩ વાઇડ અને ૩ નો-બૉલ પડ્યા હતા. પોતાના બોલર્સ અઢળક એક્સ્ટ્રા રન આપવાનું બંધ નહીં કરે તો સ્લો ઓવર-રેટને લીધે કૅપ્ટનને સામાન્ય રીતે થતી મૅચ-સસ્પેન્શનની પનિશમેન્ટ માટે તૈયાર રહેવા ધોનીએ સાથીઓને ચેતવણી આપી છે.
ચાહરની વાઇડની હૅટ-ટ્રિક
ગયા વર્ષે ઈજાને કારણે આખી આઇપીએલમાં ન રમી શકનાર પેસ બોલર દીપક ચાહરે સોમવારે લખનઉ સામેની મૅચમાં પાંચ વાઇડ ફેંક્યા હતા. એમાંથી ૧૭મી ઓવરમાં તેના વાઇડની હૅટ-ટ્રિક થઈ હતી. તેને ૪ ઓવરમાં પંચાવન રનના ખર્ચે એકેય વિકેટ નહોતી મળી. તુષાર દેશપાંડેએ ચાર વાઇડ અને ત્રણ નો-બૉલ ફેંક્યા હતા.
બે ઓછા અનુભવી પેસ બોલર્સ તુષાર દેશપાંડે અને રાજ્યવર્ધન હંગરગેકરની બોલિંગમાં સતત એક્સ્ટ્રા રન હરીફ ટીમને મળી રહ્યા છે.
મહારાષ્ટ્રના તુળજાપુરનો રાજ્યવર્ધન હંગરગેકર. તેણે અન્ડર-19 વર્લ્ડ કપમાં બહુ સારું પર્ફોર્મ કર્યું હતું.
સાત બોલર્સનો ઉપયોગ
ધોનીએ ૩૧ માર્ચે ગુજરાત ટાઇટન્સ સામેની મૅચમાં પાંચ બોલરને બોલિંગ આપી હતી. ત્યારે તેણે મોઇન અલી અને શિવમ દુબેને બોલિંગ નહોતી આપી. જોકે સોમવારે લખનઉ સામે ધોનીએ સાત બોલર (ચાહર, દેશપાંડે, હંગરગેકર, મોઇન, સ્ટોક્સ, સૅન્ટનર, જાડેજા) પાસે બોલિંગ કરાવી હતી, જેમાં લખનઉએ ચેન્નઈના ૨૧૭ રન સામે ૨૦૫ રન બનાવ્યા હતા.
ધોનીએ મૅચ પછી શું કહ્યું?
અમારા બોલર્સની બોલિંગમાં વધુપડતા એક્સ્ટ્રા રન જઈ રહ્યા છે.
હું તો કહું છું કે અમારા ખેલાડીઓએ બીજા કૅપ્ટનના સુકાનમાં રમવાની તૈયારી રાખવી પડશે.
ફાસ્ટ બોલિંગમાં સુધારો થવો જોઈશે અને બોલર્સે નિયમને ધ્યાનમાં રાખીને બોલિંગ કરવી પડશે. વાઇડની સંખ્યા ખૂબ ઓછી કરી નાખો અને નો-બૉલ તો હોવા જ ન જોઈએ. નો-બૉલ ન ફેંકાઈ જાય એના પર બોલર્સનો કાબૂ હોય જ છે.
સાથીઓને મારી સૌથી મહત્ત્વની સલાહ છે કે આપણે બૅટિંગ કરી રહ્યા હોઈએ ત્યારે હરીફ બોલર્સ શું કરે છે એના પર ખાસ ધ્યાન રાખો જેથી આપણે શું કરવું એનું પ્લાનિંગ કરી શકીએ.
મૅચ જીતીએ, પણ અમુક બાબતો ખૂંચતી રહે છે. અમારા બોલર્સે નો-બૉલ તો ન જ ફેંકવા જોઈએ. મારી બીજી વૉર્નિંગ વખતે હું ટીમમાં કદાચ ન પણ હોઉં.
આ પણ વાંચો: મોહમ્મદ સિરાજની ઓવરમાં વાઇડ બૉલની ભરમાર : આઇપીએલના ઇતિહાસની સૌથી ખરાબ ઓવર બની
દીપક ચાહરને સોમવારે પંચાવન રનમાં એક પણ વિકેટ નહોતી મળી. તસવીર iplt20.com
સોમવારે આટલા કરોડ ક્રિકેટપ્રેમીઓએ જિયોસિનેમા પર ધોનીની બૅક-ટુ-બૅક સિક્સર માણી હતી. એ સાથે ધોનીએ પોતાનો ૩૧ માર્ચની મૅચનો ૧.૬ કરોડ વ્યુઅર્સનો રેકૉર્ડ તોડ્યો હતો.
રાજ્યવર્ધન હંગરગેકરમાં બોલર તરીકે બહુ સારી ક્ષમતા છે. તેની પેસ તો સારી છે જ, તે જેમ વધુ રમશે એમ તેની કાબેલિયત બહાર આવતી જશે. એટલે એકંદરે તેણે નિરાશ નથી કર્યા.
મહેન્દ્ર સિંહ ધોની
સોમવારે ઋતુરાજના ૫૭, કૉન્વેના ૪૭ તેમ જ ખાસ કરીને ધોનીના બે સિક્સર સાથેના ૧૨ રનની મદદથી ચેન્નઈએ ૭ વિકેટે ૨૧૭ રન બનાવ્યા પછી લખનઉની ટીમ ૭ વિકેટે ૨૦૫ રન બનાવી શકતાં માત્ર ૧૨ રનથી ચેન્નઈને જીતવા મળ્યું હતું. કાઇલ માયર્સે ૫૩, પૂરને ૩૨, બદોનીએ ૨૩, સ્ટૉઇનિસે ૨૧, રાહુલે ૨૦, ગૌતમે અણનમ ૧૭ અને વુડે અણનમ ૧૦ રન બનાવ્યા હતા. લખનઉને એક્સ્ટ્રામાં ૧૮ રન મળ્યા હતા. તુષાર દેશપાંડેની ૨૦મી ઓવરમાં ૨૮ રનને બદલે ૧૫ રન થઈ શક્યા હતા. ચાર વિકેટ લેનાર ચેન્નઈના મોઇન અલીને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો.
ચેપૉકમાં સીએસકે ટીમ છેલ્લી આટલી મૅચમાંથી ૧૯ મૅચ જીતી છે. હોમ-ગ્રાઉન્ડ પર સૌથી વધુ મૅચો જીતનારી ટીમોમાં સીઅેસકે ૭૨ ટકા સફળતા સાથે મોખરે છે.
2
લખનઉનો કાઇલ માયર્સ આઇપીએલમાં પોતાની પહેલી આટલી મૅચમાં હાફ સેન્ચુરી ફટકારનાર પ્રથમ ખેલાડી છે. સોમવારે તેણે ચેન્નઈ સામે ૮ ફોર, ૨ સિક્સર સાથે બાવીસ બૉલમાં ૫૩ રન બનાવ્યા હતા.
આઇપીએલની ૨૦મી ઓવરમાં કોની કેટલી સિક્સર?
મહેન્દ્ર સિંહ ધોની - ૫૫
કીરોન પોલાર્ડ - ૩૩
રવીન્દ્ર જાડેજા - ૨૬