11 May, 2023 10:25 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent
મહેન્દ્ર સિંહ ધોની ફાઇલ તસવીર
ચેન્નઈમાં ગઈ કાલે દિલ્હી કૅપિટલ્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સે બૅટિંગ પસંદ કરી, પરંતુ પાંચમી ઓવરથી વિકેટ પડવાની શરૂ થઈ અને કૅપ્ટન ધોની (૨૦ રન, ૯ બૉલ, બે સિક્સર, એક ફોર) તથા જાડેજા (૨૧ રન, ૧૬ બૉલ, એક સિક્સર, એક ફોર) ક્રીઝ પર આવ્યા એ પહેલાં કોઈ પણ બૅટર મોટી ઇનિંગ્સ નહોતો રમી શક્યો અને શિવમ દુબેના ૧૨ બૉલમાં ત્રણ સિક્સર સાથે બનેલા પચીસ રન હાઇએસ્ટ હતા. જોકે છેલ્લી થોડી ઓવર્સમાં ધોની અને જાડેજાએ જોરદાર ફટકાબાજી કરીને ચેન્નઈના સ્કોરને ૧૬૦-પ્લસ કરાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. જોકે એકંદરે ચેન્નઈને કુલ ૧૬૭/૮ સ્કોર સુધી સીમિત રખાવવામાં દિલ્હીના બોલર્સ માર્શ (૧૮ રનમાં ત્રણ), અક્ષર (૨૭ રનમાં બે)નાં મુખ્ય યોગદાનો હતાં.