02 May, 2023 11:04 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
તસવીર એ. એફ. પી.
લખનઉ સુપર જાયન્ટ્સનો સુકાની કે. એલ. રાહુલ ગઈ કાલે ઘરઆંગણે બૅન્ગલોર સામેની મૅચની શરૂઆતના ભાગમાં જ જમણી સાથળની ઈજાને કારણે મેદાન પરથી જતો રહ્યો હતો અને તેની ગેરહાજરીમાં કૃણાલ પંડ્યાએ કૅપ્ટન્સી સંભાળી હતી. રાહુલ બૅટિંગમાં અસલ ફૉર્મમાં નથી અને હવે ઈજાએ તેને નિરાશ કર્યો છે. બૅન્ગલોરે બૅટિંગ લીધા પછી ૯ વિકેટે ૧૨૬ રન બનાવ્યા હતા, જેમાં ફરી કૅપ્ટન તરીકે રમી રહેલા ડુ પ્લેસીના ૪૪ રન હતા. કોહલી ૩૧ રન બનાવી શક્યો હતો. તેની ઇનિંગ્સ વખતે તેની પત્ની અને ગઈ કાલે જન્મદિન ઊજવનાર અનુષ્કા પણ સ્ટૅન્ડમાં બેઠી હતી, પણ કોહલી મોટી ઇનિંગ્સની તેને ભેટ નહોતો આપી શક્યો. લખનઉના નવીન-ઉલ-હકે ત્રણ તેમ જ બિશ્નોઈ અને મિશ્રાએ બે-બે વિકેટ લીધી હતી.