RCB vs KKR : આરસીબી માટે આજે આબરૂનો પ્રશ્ન

26 April, 2023 11:03 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

નીતીશ રાણાની આ ટીમ છેક સાતમા નંબરે છે.

તસવીર સૌજન્ય મિડ-ડે ગુજરાતી

રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી)ની ટીમ આજ પછીની છ મૅચ બૅન્ગલોર સિવાયનાં મેદાનો પર રમવાની હોવાથી આજે એના માટે કલકત્તા નાઇટ રાઇડર્સ (કેકેઆર) સામેની મૅચ એક રીતે આબરૂનો પ્રશ્ન કહી શકાય, કારણ કે હવે પછી આ ટીમ બૅન્ગલોરમાં ઘણા દિવસો બાદ પાછી રમવા આવશે.

આરસીબીની ટીમ ટૉપ-ઑર્ડર પર વધુપડતો મદાર રાખે છે, જ્યારે કેકેઆરને ટૉપ-ઑર્ડરના ફ્લૉપ શો સતાવી રહ્યા છે. ૨૩ એપ્રિલે તો ચેન્નઈએ વિક્રમજનક ૨૩૫/૪નો સ્કોર નોંધાવ્યો ત્યાર પછી પ્રેશરમાં રમેલી કેકેઆરની ટીમે એક રનમાં બન્ને ઓપનર્સ ગુમાવ્યા હતા અને પછીથી ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૮૬ રન બનતાં કેકેઆરનો ૪૯ રનથી ઘોર પરાજય થયો હતો. બે ટાઇટલ જીતી ચૂકેલી કેકેઆરની ટીમ છેલ્લી ચાર મૅચથી દિશાહીન લાગી રહી છે. નીતીશ રાણાની આ ટીમ છેક સાતમા નંબરે છે.

વિરાટ કોહલી ૨૩મીએ બૅન્ગલોરમાં રાજસ્થાન સામે મૅચના પહેલા જ બૉલ પર (બૉલ્ટના બૉલમાં) ઝીરોમાં આઉટ થઈ ગયો હતો, પરંતુ તેના સુકાનમાં આરસીબીએ રાજસ્થાનને રોમાંચક મુકાબલામાં ૭ રનથી હરાવ્યું હોવાથી આજે કેકેઆર સામે આરસીબીની ટીમ વધુ જોશપૂર્વક રમશે. જોકે ઇન્ફૉર્મ બૅટર ગ્લેન મૅક્સવેલને ઉમેશ યાદવ સામે આજે મુશ્કેલી નડી શકે, કારણ કે ઉમેશે તેને સાતમાંથી ચાર મુકાબલામાં આઉટ કર્યો છે.

102
બૅન્ગલોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કુલ આટલી સિક્સર ગઈ છે જે આ સીઝનમાં એક જ સ્થળે ફટકારાયેલી સિક્સર્સનો વિક્રમ છે.

આઇપીએલ-૨૦૨૩માં કઈ ટીમ કેટલા પાણીમાં?
નંબર ટીમ મૅચ જીત હાર પૉઇન્ટ રનરેટ
ચેન્નઈ ૧૦ ૦.૬૬૨
રાજસ્થાન ૦.૮૪૪
લખનઉ ૦.૫૪૭
‍૪ ગુજરાત ૦.૨૧૨
બૅન્ગલોર -૦.૦૦૮
પંજાબ -૦.૧૬૨
મુંબઈ -૦.૨૫૪
કલકત્તા -૦.૧૮૬
હૈદરાબાદ -૦.૭૨૫
૧૦ દિલ્હી -૦.૯૬૧
નોંધ : તમામ આંકડા ગઈ કાલની મુંબઈ-ગુજરાત મૅચ પહેલાંના છે.
sports news sports cricket news ipl 2023 indian premier league royal challengers bangalore kolkata knight riders