બૅન્ગલૉરના હસરંગા તથા વૈશાકે બે-બે અને સિરાજે એક વિકેટ લીધી હતી
રિન્કુ સિંહ ફાઇલ તસવીર
બૅન્ગલોરમાં ગઈ કાલે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર સામે
કલકત્તા નાઇટ રાઇડર્સને જેસન રૉય (૫૬ રન, ૨૯ બૉલ, પાંચ સિક્સર, ચાર ફોર), કૅપ્ટન નીતીશ રાણા (૪૮ રન, ૨૧ બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર) અને રિન્કુ સિંહ (૧૮ અણનમ, ૧૦ બૉલ, એક સિક્સર, બે ફોર) તેમ જ ડેવિડ વીસ (૧૨ અણનમ, ૩ બૉલ, બે સિક્સર)ની ફટકાબાજીને એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમના હજારો પ્રેક્ષકો અને કરોડો દર્શકોએ માણી હતી. આ ફટકાબાજીને લીધે જ કલકત્તાની ટીમ છેલ્લે પાંચ વિકેટના ભોગે બનેલા ૨૦૦ રન સુધી પહોંચી શકી હતી. બૅન્ગલૉરના હસરંગા તથા વૈશાકે બે-બે અને સિરાજે એક વિકેટ લીધી હતી. પછીથી ડુ પ્લેસી ઇમ્પૅક્ટ પ્લેયર બન્યા બાદ માત્ર ૧૭ રનમાં આઉટ થયો હતો.
કોહલી-અનુષ્કા બની ગયાં બૅડ્મિન્ટનમાં પાર્ટનર
વિરાટ કોહલી બૅન્ગલોરમાં ગઈ કાલની કલકત્તા સામેની મૅચના અગાઉના દિવસે પત્ની અનુષ્કા સાથે પ્રમોશનલ ઇવેન્ટમાં શહેરની એક સોસાયટીમાં અચાનક પહોંચી જઈને ત્યાંના રહેવાસીઓ સાથે બૅડ્મિન્ટન રમ્યો હતો. તેમના ચાહકો ખુશખુશાલ થઈ ગયા હતા.