21 February, 2025 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૬ ટીમોના કૅપ્ટનોએ મળીને ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગ T20ની ટ્રોફી લૉન્ચ કરી
૬ દેશોના સિનિયર, રિટાયર્ડ ક્રિકેટરો વચ્ચે રમાનારી ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગ T20ની ટ્રોફીનું ગઈ કાલે તમામ ટીમોના કૅપ્ટનોની ઉપસ્થિતિમાં નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. બાવીસ ફેબ્રુઆરીથી શરૂ થતી આ લીગમાં ભારતનું નેતૃત્વ સચિન તેન્ડુલકર, વેસ્ટ ઇન્ડીઝનું બ્રાયન લારા, ઑસ્ટ્રેલિયાનું શેન વૉટ્સન, સાઉથ આફ્રિકાનું જૉન્ટી રોડ્સ, શ્રીલંકાનું કુમાર સંગકારા અને ઇંગ્લૅન્ડનું ઑઇન મૉર્ગન કરશે. આ લીગની મૅચો નવી મુંબઈ ઉપરાંત વડોદરા અને રાયપુરમાં પણ રમાશે. ફાઇનલ ૧૬ માર્ચે રાયપુરમાં રમાશે.