25 February, 2025 10:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શેન વૉટ્સને બાવન બૉલમાં ૯ ચોગ્ગા અને ૯ છગ્ગાની મદદથી ૧૦૭ રન ફટકાર્યા હતા.
નવી મુંબઈમાં ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ગઈ કાલે ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગની બીજી રોમાંચક મૅચ રમાઈ હતી જેમાં ઑસ્ટ્રેલિયા માસ્ટર્સે કૅપ્ટન શેન વૉટ્સનની બાવન બૉલમાં ૯ ચોગ્ગા અને ૯ છગ્ગાની મદદથી ફટકારેલા ૧૦૭ રનની ઇનિંગ્સના આધારે ૮ વિકેટ ગુમાવીને ૨૦ ઓવરમાં ૨૧૬ રનનો સ્કોર કર્યો હતો. વેસ્ટ ઇન્ડીઝ માસ્ટર્સે ડ્વેઇન સ્મિથ (૨૯ બૉલમાં ૫૧ રન), લૅન્ડલ સિમન્સ (૪૪ બૉલમાં ૯૪ રન અણનમ) અને કૅપ્ટન બ્રાયન લારા (૨૧ બૉલમાં ૩૩ રન)ની ધમાકેદારની ઇનિંગ્સની મદદથી ૩ વિકેટ ગુમાવીને ૧૯.૨ ઓવરમાં ૨૨૦ રનનો સ્કોર કરીને ૭ વિકેટે જીત મેળવી હતી. વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ પ્લેયર્સની શાનદાર બૅટિંગને કારણે શેન વૉટ્સને ફટકારેલી આ ટુર્નામેન્ટની પહેલવહેલી સેન્ચુરી એળે ગઈ હતી.