26 January, 2023 04:06 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
મોહમ્મદ સિરાજ
ન્યુ ઝીલૅન્ડ સામે ભારતે ૩-૦ના વાઇટવૉશથી જીતેલી સિરીઝમાં પેસ બોલર મોહમ્મદ સિરાજે સુપર્બ પર્ફોર્મ કરીને પહેલી વાર વન-ડેના બોલર્સમાં નંબર-વનનો રૅન્ક મેળવ્યો છે. તેણે ન્યુ ઝીલૅન્ડના ટ્રેન્ટ બોલ્ટને પાછળ રાખીને મોખરાનું સ્થાન મેળવ્યું છે. આ શ્રેણીમાં શાર્દુલ ઠાકુરની હાઇએસ્ટ ૬ વિકેટ હતી, પણ સિરાજે પાંચ વિકેટ લેવા છતાં ખૂટતા પૉઇન્ટ મેળવીને ત્રીજા નંબરથી આગળ આવીને હવે અવ્વલ નંબર હાંસલ કરી લીધો છે.
શુભમન ગિલે સિરીઝમાં કુલ ૩૬૦ રન બનાવ્યા અને તેણે ૨૦ પૉઇન્ટ મેળવી વન-ડેના બૅટર્સમાં છઠ્ઠું સ્થાન મેળવ્યું છે. તે આગળ આવી જતાં વિરાટ કોહલી હવે સાતમા નંબરે છે. કિવીઓની સિરીઝમાં વિજયી થવાની સાથે રોહિત શર્મા, મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવના રૅન્કમાં પણ સુધારો થયો છે.