દેશની સૌપ્રથમ T-10 ટેનિસ બૉલ ક્રિકેટ લીગ શરૂ થાય છે બુધવારથી

04 March, 2024 06:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેલિબ્રિટી ઓનર્સની ૬ ટીમો ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં રમશે : થાણેના દાદોજી કોંડદેવ સ્ટેડિયમમાં ૧૦ દિવસમાં રમાશે ૧૮ મૅચો : ઉદ્ઘાટનના દિવસે સચિન તેન્ડુલકરની માસ્ટર્સ XI અને અક્ષયકુમારની ખિલાડી XI વચ્ચે એક્ઝિબિશન મૅચ

અમિતાભ બચ્ચન , અક્ષય કુમાર , હૃતિક રોશન

ભારતની પહેલવહેલી T-10 ટેનિસ બૉલ ક્રિકેટ લીગનો તખ્તો ગોઠવાઈ ગયો છે. થાણેના દાદોજી કોંડદેવ સ્ટેડિયમમાં છઠ્ઠી માર્ચે ૬ ટીમની ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)ની શરૂઆત થશે અને ૧૫ માર્ચે એનું સમાપન થશે. મિડ-ડે કપની જેમ ૧૦-૧૦ ઓવરની આ લીગમાં ભાગ લઈ રહેલી ટીમો છે માઝી મુંબઈ, શ્રીનગર કે વીર, ચેન્નઈ સિંગમ્સ, ટાઇગર્સ ઑફ કોલકાતા, ફાલ્કન રાઇઝર્સ હૈદરાબાદ અને બૅન્ગલોર સ્ટ્રાઇકર્સ. ટેનિસ બૉલથી રમાનારી આ લીગમાં દેશભરના ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે નામો આવ્યાં હતાં એમાંથી સિલેક્શન રાઉન્ડ્સ યોજીને પ્લેયર્સને શૉર્ટ-લિસ્ટ કરવામાં આવ્યા હતા અને પછી IPLની જેમ ટીમના માલિકોએ ઑક્શનમાં ખેલાડીઓને ખરીદીને ટીમ બનાવી હતી.

ISPLની ટીમોના માલિકોમાં અમિતાભ બચ્ચન (મુંબઈ), અક્ષયકુમાર (શ્રીનગર), હૃતિક રોશન (બૅન્ગલોર), સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન (કોલકાતા), રામ ચરણ તેજા (હૈદરાબાદ) અને સૂરિયા (ચેન્નઈ)નો સમાવેશ છે. છઠ્ઠી માર્ચે સાંજે ૭ વાગ્યે માઝી મુંબઈ અને શ્રીનગર કે વીર વચ્ચે ISPLની પહેલી મૅચ રમાય એ પહેલાં ઓપનિંગ સેરેમની થશે તથા બૉલીવુડના ઍક્ટરો અને ક્રિકેટરો વચ્ચે એક એક્ઝિબિશન મૅચ રમાશે. બૉલીવુડની ટીમ ‘ખિલાડી XI’નું નેતૃત્વ અક્ષયકુમાર કરશે અને ક્રિકેટરોની ટીમ ‘માસ્ટર્સ XI’નું સુકાન સચિન તેન્ડુલકર સંભાળશે. એક્ઝિબિશન મૅચમાં સચિન તેન્ડુલકર, અક્ષયકુમાર, મુનાફ પટેલ, કુણાલ ખેમુ, ઇરફાન પઠાણ, રામ ચરણ, સુરેશ રૈના, સૂરિયા, એલ્વિશ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, રૉબિન ઉથપ્પા જેવા ક્રિકેટરો-ઍક્ટરો ભાગ લેશે.
ઓપનિંગ સેરેમનીમાં મ્યુઝિકલ જલસો, ડ્રોન શો, લેઝર ડિસ્પ્લે, લાઇવ પર્ફોર્મન્સ અને ડી.જે. ચેતસની કમાલધમાલ જોવા મળશે.

ટીમના માલિકો પણ ઓપનિંગ સેરેમની અને એક્ઝિબિશન મૅચ દરમ્યાન ઉપસ્થિત રહેશે. ISPLમાં દરેક ટીમ બાકીની પાંચ ટીમ સામે એક-એક મૅચ રમશે. કુલ ૧૫ લીગ મૅચ રમાશે અને એના આધારે સેમી ફાઇનલની ટીમો નક્કી થશે. ૧૫ માર્ચે ફાઇનલ રમાશે. ​વિજેતા ટીમને ૧ કરોડ રૂપિયા અને રનરઅપ ટીમને ૫૦ લાખ રૂપિયા મળશે.

ISPLનું મૅચ-શેડ્યુલ

તારીખ

મૅચ

સમય

૬ માર્ચ

મુંબઈ-શ્રીનગર

સાંજે ૭

૭ માર્ચ

ચેન્નઈ-કોલકાતા

સાંજે ૫

૭ માર્ચ

હૈદરાબાદ-બૅન્ગલોર

સાંજે ૭.૩૦

૮ માર્ચ

ચેન્નઈ-બૅન્ગલોર

સાંજે ૫

૮ માર્ચ

કોલકાતા-મુંબઈ

સાંજે ૭.૩૦

૯ માર્ચ

હૈદરાબાદ-મુંબઈ

સાંજે ૫

૯ માર્ચ

બૅન્ગલોર-શ્રીનગર

સાંજે ૭.૩૦

૧૦ માર્ચ

મુંબઈ-ચેન્નઈ

સાંજે ૫

૧૦ માર્ચ

હૈદરાબાદ-કોલકાતા

સાંજે ૭.૩૦

૧૧ માર્ચ

કોલકાતા-બૅન્ગલોર

સાંજે ૫

૧૧ માર્ચ

હૈદરાબાદ-શ્રીનગર

સાંજે ૭.૩૦

૧૨ માર્ચ

શ્રીનગર-ચેન્નઈ

સાંજે ૫

૧૨ માર્ચ

બૅન્ગલોર-મુંબઈ

સાંજે ૭.૩૦

૧૩ માર્ચ

શ્રીનગર-કોલકાતા

સાંજે ૫

૧૩ માર્ચ

હૈદરાબાદ-ચેન્નઈ

સાંજે ૭.૩૦

૧૪ માર્ચ

સેમી ફાઇનલ 1

સાંજે ૫

૧૪ માર્ચ

સેમી ફાઇનલ 2

સાંજે ૭.૩૦

૧૫ માર્ચ

ફાઇનલ

સાંજે ૫

 

જુઓ ટૉપ ૧૦ ખેલાડીઓ : હાઇએસ્ટ પ્રાઇસ ૨૭ લાખ રૂપિયા

ટીમ

ખેલાડી

​​કિંમત

માઝી મુંબઈ

અભિષેક કુમાર ડાલ્હોર

૨૭ લાખ રૂપિયા

ચેન્નઈ સિંગમ્સ

સુમીત ઢેકાળે

૧૯ લાખ રૂપિયા

બૅન્ગલોર સ્ટ્રાઇકર્સ

સરોજ પ્રમાણિક

૧૯ લાખ રૂપિયા

ચેન્નઈ સિંગમ્સ

કેતન મ્હાત્રે

૧૬.૫ લાખ રૂપિયા

ફાલ્કન રાઇઝર્સ હૈદરાબાદ

જગત સરકાર

૧૪ લાખ રૂપિયા

માઝી મુંબઈ

વિજય પાવલે

૧૩.૫ લાખ રૂપિયા

ફાલ્કન રાઇઝર્સ હૈદરાબાદ

ક્રિષ્ના સાતપુતે

૧૧.૫ લાખ રૂપિયા

ટાઇગર્સ ઑફ કોલકાતા

ભાવેશ પવાર

૧૧.૫ લાખ રૂપિયા

ફાલ્કન રાઇઝર્સ હૈદરાબાદ

પ્રથમેશ ઠાકરે

૧૧ લાખ રૂપિયા

ટાઇગર્સ ઑફ કોલકાતા

ફરદીન કાઝી

૧૧ લાખ રૂપિયા

સૌથી વધારે પૈસા ચેન્નઈએ વાપર્યા, સૌથી ઓછા શ્રીનગરે
દરેક ઓનર પાસે ટીમ બનાવવા માટે ૧ કરોડ રૂપિયાનું પર્સ હતું. ચેન્નઈએ ૧૬ જણની ટીમ બનાવવા સૌથી વધુ ૯૬.૪ લાખ રૂપિયા વાપર્યા હતા, જ્યારે શ્રીનગરે ૫૨.૪ લાખ રૂપિયામાં ટીમ બનાવીને સૌથી ઓછો ખર્ચ કર્યો હતો. હૈદરાબાદે ૯૩.૬૫ લાખ રૂપિયા, કોલકાતાએ ૮૭.૩૫ લાખ રૂપિયા, મુંબઈએ ૮૪.૩ લાખ રૂપિયા અને બૅન્ગલોરે ૭૭.૩ લાખ રૂપિયા વાપરીને ૧૬ સભ્યોની ટીમ બનાવી હતી.

કેવી રીતે જોઈ શકાશે મૅચો?
છઠ્ઠી માર્ચના પહેલા દિવસ પછી દરરોજ સાંજે પાંચ વાગ્યે અને ૭.૩૦ વાગ્યે એમ બે મૅચો રમાશે. ૭ માર્ચથી ૧૪ માર્ચ સુધી લીગ મૅચો ચાલશે. ૧૪ માર્ચે બે સેમી ફાઇનલ અને ૧૫ માર્ચે સાંજે પાંચ વાગ્યે ફાઇનલ રમાશે. આ મૅચો સોની લિવ પર અને સોની સ્પોર્ટ્સ 2 પર લાઇવ જોઈ શકાશે. સ્ટેડિયમમાં જઈને જોવી હોય તો બુકમાયશો પર ટિકિટો ઉપલબ્ધ છે. પહેલા અને છેલ્લા દિવસની જનરલ ટિકિટના ૨૯૯ રૂપિયા છે, બાકીના દિવસો માટે ૧૯૯ રૂપિયા છે. VIP સ્ટૅન્ડની ટિકિટ ૧૯૯૯ રૂપિયાની અને VVIP લાઉન્જની ટિકિટ ૨૭૦૯ રૂપિયાની છે.

sports news sports cricket news amitabh bachchan akshay kumar hrithik roshan ram charan saif ali khan kareena kapoor mumbai news