04 December, 2024 10:12 AM IST | Perth | Gujarati Mid-day Correspondent
ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમ
ઑસ્ટ્રેલિયા વિમેન્સ ટીમ સામે પાંચ ડિસેમ્બરથી આયોજિત વન-ડે સિરીઝ માટે ભારતીય વિમેન્સ ટીમ બ્રિસબેન પહોંચી છે. આ ત્રણ મૅચની સિરીઝ માટે ભારતીય ટીમે તૈયારીઓ શરૂ કરી દીધી છે. શરૂઆતની બે વન-ડે બ્રિસબેનના ઍલન બૉર્ડર ફીલ્ડ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે, જ્યારે અંતિમ વન-ડે પર્થના વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયન ક્રિકેટ અસોસિએશનના સ્ટેડિયમમાં રમાશે. ભારતીય વિમેન્સ ટીમ ઑસ્ટ્રેલિયાની ધરતી પર છેલ્લે ઑક્ટોબર ૨૦૨૧માં ઇન્ટરનૅશનલ ક્રિકેટમૅચ રમી હતી.