હરમનપ્રીતના નેતૃત્વમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકામાં ટી૨૦ વર્લ્ડ કપ રમવા પહોંચી ગઈ છે
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કૅપ્ટન હરમનપ્રીત કૌર
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કૅપ્ટન હરમનપ્રીત કૌરે ભારતના બે કૅપ્ટન એમએસ ધોની અને
સૌરવ ગાંગુલીની બહુ પ્રશંસા કરી છે. તેણે કહ્યું કે આ બન્ને કૅપ્ટને મારા જીવનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. હરમનપ્રીતના નેતૃત્વમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકામાં ટી૨૦ વર્લ્ડ કપ રમવા પહોંચી ગઈ છે. હરમનપ્રીતને પહેલાં ટી૨૦ની જ કૅપ્ટન બનાવાઈ હતી, પરંતુ ગયા વર્ષે મિતાલી રાજે લીધેલી નિવૃત્તિ બાદ તેને ત્રણેય ફૉર્મેટની કૅપ્ટન બનાવવામાં આવી છે. ગયા વર્ષે તેની કૅપ્ટન્સીમાં ભારતે ઇંગ્લૅન્ડને તેના ઘરઆંગણે જ વન-ડે સિરીઝમાં ક્લીન સ્વીપ આપી હતી.
આ પણ વાંચો : ‘ધોની તું લૉન્ગ હેરમાં બહુ સારો દેખાય છે, હેરકટ કરાવતો જ નહીં’ : મુશર્રફ
હરમનપ્રીતે કહ્યું કે ‘આપણને ખબર છે કે ધોની મેદાનમાં કેટલો હોશિયાર હતો. જો તેના જૂના વિડિયો જોઈએ તો પણ આપણે એમાંથી ઘણું બધં શીખી શકીએ. હું ગાંગુલી અને ધોની પાસેથી ઘણું શીખી છું, જે મેદાનમાં મારી અને ટીમની મદદ કરે છે. ગાંગુલીએ પોતાના ખેલાડીઓને આત્મવિશ્વાસ આપ્યો અને ડ્રેસિંગરૂમનો માહોલ બદલી નાખ્યો હતો.