04 December, 2024 10:11 AM IST | Perth | Gujarati Mid-day Correspondent
રોહિત શર્માએ બીજી ટેસ્ટ માટે પ્રેક્ટીસ કરી
બૉર્ડર-ગાવસકર ટ્રોફીની બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમ ઍડીલેડ પહોંચી છે. અંગત કારણસર સ્વદેશ પરત ફરેલો હેડ કોચ ગૌતમ ગંભીર ગઈ કાલે ટીમ સાથે ફરી જોડાયો હતો.
તેના અને સપોર્ટ સ્ટાફની દેખરેખ હેઠળ ભારતીય પ્લેયર્સે ગઈ કાલે ઍડીલેડ ઓવલ સ્ટેડિયમમાં ડે-નાઇટ પિન્ક બૉલ ટેસ્ટની તૈયારી શરૂ કરી હતી.
ઑલમોસ્ટ ૩૦૦૦ જેટલા ફૅન્સ ભારત અને ઑસ્ટ્રેલિયાના ક્રિકેટર્સની એક ઝલક મેળવવા માટે સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા.