સરફરાઝ ખાન પહેલી વાર બન્યો પપ્પા

23 October, 2024 08:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૭ વર્ષના સરફરાઝ ખાને હાલમાં ન્યુ ઝીલૅન્ડ સામેની પહેલી ટેસ્ટમાં ઇન્ટરનૅશનલ કરીઅરની પહેલી સેન્ચુરી ફટકારી હતી.

ક્રિકેટર સરફરાઝ ખાન ક્યૂટ દીકરા સાથે

મુંબઈનો ભારતીય સ્ટાર ક્રિકેટર સરફરાઝ ખાન અને તેની પત્ની રોમાના ઝહૂરે ૨૧ ઑક્ટોબરની મોડી સાંજે પહેલી વાર પપ્પા-મમ્મી બનવાના ગુડ ન્યુઝ આપ્યાં હતાં. ગયા વર્ષે સાતમી ઑગસ્ટે નિકાહ કરનાર સરફરાઝ ખાને હાલમાં પોતાના નવજાત દીકરા અને પપ્પા નૌશાદ ખાન સાથેનો ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. ૨૭ વર્ષના સરફરાઝ ખાને હાલમાં ન્યુ ઝીલૅન્ડ સામેની પહેલી ટેસ્ટમાં ઇન્ટરનૅશનલ કરીઅરની પહેલી સેન્ચુરી ફટકારી હતી. 

sarfaraz khan mumbai sports news sports cricket news indian cricket team