એશિયા કપમાંથી​​ શ્રેયંકા પાટીલ અચાનક કેમ થઈ ગઈ બહાર?

22 July, 2024 12:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એના સ્થાને ૨૬ વર્ષની ડાબોડી સ્પિનર તનુજા કંવરને ડેબ્યુ કરવાની તક મળી હતી

શ્રેયંકા પાટીલ

પાકિસ્તાનને ૭ વિકેટે હરાવીને એશિયા કપમાં વિજયી શરૂઆત કરનાર ભારતીય વિમેન્સ ટીમને યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ની મૅચ પહેલાં મોટો ફટકો પડ્યો હતો. ભારતીય ટીમની ઑફ સ્પિનર ​​શ્રેયંકા પાટીલને આંગળીમાં ફ્રૅક્ચરને કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું હતું. એના સ્થાને ૨૬ વર્ષની ડાબોડી સ્પિનર તનુજા કંવરને ડેબ્યુ કરવાની તક મળી હતી.

તનુજા વિમેન્સ પ્રીમિયર લીગમાં ગુજરાત જાયન્ટ્સ ટીમનો ભાગ હતી અને તેણે બીજી સીઝનમાં તેની ટીમ માટે સૌથી વધુ ૧૦ વિકેટ લીધી હતી. આ ઉપરાંત તે ભારત A મહિલા ટીમના ઑસ્ટ્રેલિયાના આગામી ટૂરનો પણ એક ભાગ છે.

asia cup indian womens cricket team cricket news sports sports news