મેં દ્રવિડને કોચ બની રહેવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો

06 June, 2024 10:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાહુલ દ્રવિડની કૅપ્ટન્સીમાં ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરનાર રોહિત શર્માએ કહ્યું...

ફાઇલ તસવીર

ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ હાલમાં ખુલાસો કર્યો હતો કે તેણે હેડ કોચ રાહુલ દ્રવિડને છેલ્લાં અઢી વર્ષમાં ટીમમાં આપેલા મોટા યોગદાનને ચાલુ રાખી કોચ બની રહેવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. રાહુલ દ્રવિડે સોમવારે એ વાતની પુષ્ટિ કરી હતી કે T20 વર્લ્ડ કપ તેની હેડ કોચ તરીકેની છેલ્લી ટુર્નામેન્ટ હશે.

‘હિટમૅન’એ આયરલૅન્ડ સામેની મૅચ પહેલાં કહ્યું હતું કે ‘મેં તેમને રોકાવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ દેખીતી રીતે ઘણી અંગત વસ્તુઓ છે જેનું તેમણે ધ્યાન રાખવું પડશે.’

રોહિત શર્માએ આ અવસર પર પોતાના વન-ડે ઇન્ટરનૅશનલ ડેબ્યુને યાદ કરતાં કહ્યું કે તેણે ૨૦૦૭માં રાહુલની કૅપ્ટન્સીમાં કરીઅરની શરૂઆત કરી હતી.

તેણે કહ્યું, ‘જ્યારે મેં આયરલૅન્ડ માટે ડેબ્યુ કર્યું ત્યારે તે મારા પહેલા કૅપ્ટન હતા. જ્યારે હું ટેસ્ટ મૅચ માટે ટીમમાં આવ્યો ત્યારે મેં તેમને નજીકથી રમતા જોયા. તે આપણા બધા માટે રોલ મૉડલ છે. અમે વર્ષોથી ટીમમાં તેમના યોગદાનની પ્રશંસા કરીએ છીએ.’

રોહિત-દ્રવિડ યુગમાં ભારત હજી સુધી કોઈ વૈશ્વિક ટ્રોફી જીતી શક્યું નથી, પરંતુ ટીમના વિકાસમાં હેડ કોચનો ફાળો ઘણો મહત્ત્વનો રહ્યો છે.

rohit sharma rahul dravid indian cricket team india board of control for cricket in india cricket news sports sports news