વિકેટકીપર સાથે અથડાવા છતાં માસ્ટર બ્લાસ્ટરે પકડી લીધો કૅચ

24 February, 2025 08:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગમાં ઇન્ડિયા માસ્ટર્સે કરી વિજયી શરૂઆત

ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગની પહેલી સીઝન

શનિવારે નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગની પહેલી સીઝનની ધમાકેદાર શરૂઆત થઈ હતી. સચિન તેન્ડુલકરના નેતૃત્વવાળી ઇન્ડિયા માસ્ટર્સે ૨૦ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ૨૨૨ રન કર્યા હતા. જવાબમાં કુમાર સંગકારાની કૅપ્ટન્સીમાં શ્રીલંકા માસ્ટર્સ ૨૦ ઓવરમાં નવ વિકેટે ૨૧૮ રન જ બનાવી શકી હતી. ચાર રને મૅચ જીતનાર ઇન્ડિયા માસ્ટર્સનો ઑલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્ની ૩૧ બૉલમાં ૬૮ રનની મોટી ઇનિંગ્સ રમીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. આ મૅચમાં યુવરાજ સિંહ અને સચિન તેન્ડુલકરે બે શાનદાર કૅચ પકડીને ભારતીય ફૅન્સને ખુશ કરી દીધા હતા. શ્રીલંકાની ઇનિંગ્સમાં ૧૩મી ઓવરમાં એક કૅચ લેવા માટે વિકેટકીપર-બૅટર અંબાતી રાયુડુ અને કૅપ્ટન સચિન તેન્ડુલકર સાથે દોડીને અથડાયા હતા, પણ તેન્ડુલકરે બૉલને ઝડપીને ટીમને વિકેટ અપાવી હતી. 

sports news sports dy patil stadium cricket news indian cricket team