મહિલા T20 વર્લ્ડ કપ 2024નું ઑફિશ્યલ સૉન્ગ ભારતના મહિલા પૉપ ગ્રુપ WISHએ બનાવ્યું

24 September, 2024 08:25 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ વિડિયોમાં ભારતીય મહિલા ક્રિકેટર્સ જેમિમા રૉડ્રિગ્સ અને સ્મૃતિ માન્ધનાની પણ ઝલક જોવા મળી હતી.

ICCએ ઑફિશ્યલ ઇવેન્ટ સૉન્ગ ‘Whatever it takes’ રિલીઝ કર્યું

મહિલા T20 વર્લ્ડ કપ પહેલાં ગઈ કાલે ICCએ ઑફિશ્યલ ઇવેન્ટ સૉન્ગ ‘Whatever it takes’ રિલીઝ કર્યું હતું. એક મિનિટ ૪૦ સેકન્ડના આ વિડિયોમાં ટુર્નામેન્ટનો સિનેમૅટિક પ્રીવ્યુ અને મહિલા ક્રિકેટની આઇકૉનિક ક્ષણોની હાઇલાઇટ્સ દર્શાવવામાં આવી હતી. આ ગીત ભારતના મહિલા પૉપ મ્યુઝિક ગ્રુપ WISHએ ગાયું છે જેમાં તેમણે દમદાર સાઉન્ડટ્રૅક સાથે મજેદાર ડાન્સ-સ્ટેપ પણ કર્યાં છે. આ વિડિયોમાં ભારતીય મહિલા ક્રિકેટર્સ જેમિમા રૉડ્રિગ્સ અને સ્મૃતિ માન્ધનાની પણ ઝલક જોવા મળી હતી.

indian womens cricket team t20 world cup cricket news sports news sports