10 November, 2022 10:36 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ધારાવીની સ્કૂલનાં બાળકો સાથે રમી રહેલાં મિતાલી રાજ અને હરભજન સિંહ. તસવીર શાદાબ ખાન
મહિલા ક્રિકેટની બૅટિંગ-લેજન્ડ મિતાલી રાજ અને ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહ ગઈ કાલે ધારાવીની રાજે શિવાજી વિદ્યાલયનાં બાળકો સાથે ફ્રેન્ડ્લી ક્રિકેટ રમ્યાં હતાં. ડિઝની સ્ટારે યુવા અનસ્ટૉપેબલ સાથેના સહયોગમાં યોજેલી આ ઇવેન્ટમાં બન્ને ખેલાડીઓએ બાળકોને રમવાની સાથે ખૂબ મોજ કરાવી હતી. બાળકોએ પછીથી પોતાના આ ફેવરિટ પ્લેયર્સ સાથે ઘણી વાતચીત પણ કરી હતી અને ક્રિકેટ વિશે ઘણી સમજ મેળવી હતી.
ભજ્જીએ કહ્યું હતું કે ‘હું જ્યારે પણ બાળકો સાથે રમું છું ત્યારે તેમના ચહેરા પર મને જે ખુશી અને ક્રિકેટ રમ્યાનો સંતોષ દેખાય છે એ જ મારા માટે જીવનની સૌથી મોટી જીત છે. આજે તેમણે મારા માટે આ દિવસ યાદગાર બનાવી નાખ્યો.’
મિતાલીએ કહ્યું હતું, ‘બાળકો સાથે રમવાનો અનુભવ અદ્ભુત હતો. બાળકોએ મારી પાસેથી થોડી ટિપ્સ પણ લીધી હતી. આપણા દેશમાં મેન્સ-વિમેન્સ ક્રિકેટમાં કરીઅર બનાવી શકે એ માટે બાળકોમાં ભરપૂર ટૅલન્ટ છે અને તેમને આવી ઇવેન્ટ્સ પ્રોત્સાહિત કરી શકે.’