16 February, 2023 02:48 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પૃથ્વી શૉની ફાઈલ તસવીર
મુંબઈમાં ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ (Prithvi Shaw)ની સાથે સેલ્ફી (Selfie) લેવા માટેનો વિવાદ ખૂબ જ વધ્યો છે. સેલ્ફી લેવા ગયેલા બે મિત્રોએ પૃથ્વી શૉના મિત્ર (આશીષ યાદવ)ની કાર પર હુમલો કરી દીધો જેના પછી ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી છે.
હકિકતે, ક્રિરેટર પૃથ્વી શૉ સહારા સ્ટાર હોટલ મુંબઈ (5 સ્ટાર હોટલ)માં હતો જ્યારે આરોપી સના ગિલ અને શોબિત ઠાકુર ક્રિકેટર પૃથ્વી પાસે સેલ્ફી લેવા ગયા. આશીષ યાદવે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું કે, બન્ને આરોપીઓએ પૃથ્વી શૉ સાથે સેલ્ફી લીધી. ત્યાર બાદ બન્નેએ એકવાર ફરી સેલ્ફી લેવા માટે ક્રિકેટરને કહ્યું જેના માટે તેણે ના પાડી દીધી. પૃથ્વી શૉના ના પાડ્યા બાદ હોટેલના મેનેજરે બન્ને આરોપીઓને બહાર કાઢી નાખ્યા. આરોપી આ વાતથી ગુસ્સે ભરાયા અને થોડીક જ વારમાં હોટેલમાંથી બહાર નીકળેલી પૃથ્વીની કારનો પીછો કર્યો.
આરોપીઓએ બેટ લીધી અને... આશીષ યાદવ
આશીષ યાદવે જણાવ્યું, પૃથ્વી શૉની કાર જ્યારે જોગેશ્વરી લિન્ક રોડ લોટસના પેટ્રોલ પંપ નજીક પહોંચી તો તે જ સમયે તેમણે ગાડીને સામેથી અટકાવી દીધી. ત્યાર બાદ આરોપીઓએ બેટથી ગાડીના કાંચ પર હુમલો કર્યો. આ દરમિયાન ગાડીમાં ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ હાજર નહોતો. કારમાં આશીષ યાદવ, ડ્રાઈવર અને એક અન્ય જણ સાથે હાજર હતા. પૃથ્વી હોટેલમાંથી કોઈ અન્ય ગાડીમાં બેસીને ઘર માટે નીકળ્યો હતો. આશીષ યાદવે જણાવ્યું કે ગાડીના કાંચ તોડ્યા બાદ અમે જોયું કે એક સફેદ કલરની કાર અને ત્રણ બાઈક અમારો પીછો કરી રહ્યા હતા.
આ પણ વાંચો : પુનામાં જન્મ્યો અફઘાની બાળક, હવે ઉભું થયું સંકટ તો કોર્ટે કર્યો ફેંસલો
50 હજારની પણ કરી માગ
આરોપ એ પણ છે કે, આરોપીઓએ પૃથ્વીના મિત્રને ધમકી પણ આપી હતી કે જો તે આ કેસ દબાવવા માગે છે તો તેણે 50 હજાર રૂપિયા તેમને નહીં આપ્યા તો ખોટા કેસમાં તેમને ફસાવી દેશે. આ અકસ્માત બાદ પૃથ્વીનો મિત્ર તૂટેલા કાંચવાળી ગાડી લઈને ઓશિવારા પોલીસ સ્ટેશન પહોંચ્યો અને તેની ફરિયાદના આધારે પોલીસે સના ગિલ અને શોબિત ઠાકૂર વિરુદ્ધ કેસ નોંધાવ્યો. એક અધિકારીએ જણાવ્યું કે પોલીસે IPCની કલમ 384, 143, 148, 149, 427, 504 અને 506, હેઠળ કેસ દાખલ કર્યો છે.