21 November, 2024 09:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે જિમ-સેશન દરમ્યાન રવીન્દ્ર જાડેજા, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, રવિચન્દ્રન અશ્વિન, રિષભ પંત અને અભિમન્યુ ઈશ્વરન.
બૉર્ડર-ગાવસકર ટ્રોફી માટે ઑસ્ટ્રેલિયા પહોંચેલી ભારતીય ટીમે શરૂઆતમાં વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયન ક્રિકેટ અસોસિયએશનના મેદાન પર પ્રૅક્ટિસ-મૅચ રમી હતી. ૧૯ નવેમ્બરથી ભારતીય ટીમે પર્થના ઑપ્ટસ સ્ટેડિયમમાં પહેલી ટેસ્ટ માટેની તૈયારી શરૂ કરી છે. આ સ્ટેડિયમમાં રમાયેલી ચારેય ટેસ્ટ-મૅચમાં ઑસ્ટ્રેલિયાની ટીમે મોટા અંતરથી જીત મેળવી છે. ડિસેમ્બર ૨૦૧૮માં આ સ્ટેડિયમમાં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયા સામે ૧૪૬ રને હારનો સામનો કરવો પડ્યો હતો. ઑસ્ટ્રેલિયા આ મેદાન પર ક્યારેય ટેસ્ટ-મૅચ હાર્યું નથી.
વરસાદને કારણે પર્થની પિચને ઢાંકવી પડી હતી.
આ સ્ટેડિયમમાં નવેમ્બર ૨૦૨૨માં ઑસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડીઝ સામે ૫૯૮ રનનો હાઇએસ્ટ સ્કોર ફટકાર્યો હતો. ડિસેમ્બર ૨૦૨૩માં પાકિસ્તાને પોતાની બીજી ઇનિંગ્સમાં ૮૯ રને ઓલઆઉટ થઈ આ સ્ટેડિયમનો લોએસ્ટ સ્કોર નોંધાવ્યો છે.
સેશન દરમ્યાન દેવદત્ત પડિક્કલ, કે.એલ. રાહુલ, કૅપ્ટન જસપ્રીત બુમરાહ અને વિરાટ કોહલી.
આ સ્ટેડિયમમાં ડિસેમ્બર ૨૦૧૮માં ભારતનો હાઇએસ્ટ સ્કોર ૨૮૩ રનનો અને લોએસ્ટ સ્કોર ૧૪૦ રનનો રહ્યો છે જે આ સ્ટેડિયમનો બીજો લોએસ્ટ સ્કોર પણ છે.