T20 વર્લ્ડકપ ટ્રૉફી સાથે ઍરપૉર્ટથી બહાર આવ્યા કૅપ્ટન રોહિત શર્મા, વીડિયો વાયરલ

04 July, 2024 01:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Indian Cricket Team Arrives In Delhi: ટી20 વર્લ્ડ કપ 2024ની ટ્રૉફી જીત્યા બાદ બધા ભારતીય ચાહકો આતુરતાથી વિશ્વ વિજેતા ટીમ ઈન્ડિયાના સ્વદેશ પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા જે હવે ખતમ થઈ રહ્યો છે.

રોહિત શર્મા, વિરાટ કોહલી

Indian Cricket Team Arrives In Delhi: ટી20 વર્લ્ડ કપ 2024ની ટ્રૉફી જીત્યા બાદ બધા ભારતીય ચાહકો આતુરતાથી વિશ્વ વિજેતા ટીમ ઈન્ડિયાના સ્વદેશ પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા જે હવે ખતમ થઈ રહ્યો છે. રોહિત શર્માની કૅપ્ટનશિપમાં ભારતીય ક્રિકેટ ટીમે 29 જૂનના રોજ ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકન ટીમને 7 રનથી માત આપવાની સાથે આ ખિતાબ  પોતાને નામ કર્યો હતો. ત્યાર બાદ બારબાડોસના બ્રિજટાઉનમાં ખતરનાક તોફાન આવવાને કારણે ભારતીય ટીમ ત્યાંથી જલ્દી નીકળી શકી નહીં. ચક્રવાતી તોફાનના નીકળી ગયા બાદ બારબાડોસથી ભારતીય ટીમ 3 જુલાઈના રોજ ભારત આવવા માટે રવાના થઈ હતી, જેના પછી હવે આખી ટીમ આજે સવારે સ્પેશિયલ ફ્લાઈટથી સીધા દિલ્હી (Delhi) પહોંચી ચૂકી છે. તો ટીમ ઈન્ડિયાના સ્વાગત માટે મોટી સંખ્યામાં ઍરપૉર્ટની બહાર ચાહકો આવ્યા હતા, જેને કૅપ્ટન રોહિત શર્માએ નિરાશ નથી કર્યા અને ટ્રૉફીને હાથમાં ઉપર ઉઠાવીને બધાને તે ટ્રૉફી બતાવી રહ્યો છે.

રોહિતે ચાહકોને બતાવી ટી20 વર્લ્ડ કપ ટ્રૉફી
Indian Cricket Team Arrives In Delhi: ભારતીય ટીમે (Team India) ટી20 વર્લ્ડ કપ 2024ની ટ્રૉફી જીતવાની સાથે જ 11 વર્ષથી ચાલતા આઈસીસી ટ્રૉફી જીતવાના દુકાળને પણ ખતમ કરી દીધો છે. તો તેમણે 17  વર્ષની રાહ જોયા બાદ આ ટ્રૉફીને બીજીવાર પોતાને નામ કરી છે. જ્યારે વર્ષ 2007માં ટીમ ઈન્ડિયાએ (Team India) આ ટ્રૉફી જીતી હતી તે સમયે રોહિત શર્મા (Rohit Sharma) ભારતીય ટીમનો ભાગ હતા અને હવે તેમમે પોતાની કૅપ્ટનશિપમાં આખરે ટીમને વિજેતા બનાવવામાં સફળતા હાંસલ કરી છે. ઍરપૉર્ટ પહોંચ્યા બાદ જ્યાં બધા ભારતીય ખેલાડીઓના ચહેરા પર આનંદ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો હતો ત્યાં વરસાદ છતાં ત્યાં આવેલા ચાહકોને કૅપ્ટન રોહિત શર્માએ નિરાશ ન કરતાં ટ્રૉફી  હાથમાં ઉપર ઉઠાવીને બધાને તે બતાવી, જેનો વીડિયો પણ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

11 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથે થઈ ટીમ ઈન્ડિયાની મુલાકાત
દિલ્હી (Delhi) પહોંચ્યા બાદ જ્યાં ભારતીય ટીમના બધા ખેલાડી બસમાં બેસીને હોટલ માટે રવાના થઈ ચૂક્યા છે તો હવે આખી ટીમ સવારે 11 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. ત્યાર બાદ ટીમ ઈન્ડિયા સીધા મુંબઈ માટે રવાના થઈ. જ્યાં સાંજે 5 વાગ્યે વિક્ટ્રી પરેડ હશે અને ત્યાર બાદ બીસીસીઆઈ (BCCI) ટીમને જાહેર કરવામાં આવેલી પ્રાઈઝ મની આપશે. ભારતીય ટીમના બધા ખેલાડી દિલ્હી ઍરપૉર્ટથી બહાર નીકળતી વખતે પોતાના ગળામાં ટી20 વર્લ્ડ કપની ટ્રૉફી જીત્યા બાદ મળેલા મેડલ પહેર્યા હતા.

rohit sharma team india t20 world cup cricket news sports news sports barbados new delhi delhi news mumbai news narendra modi