19 December, 2024 11:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવિચન્દ્રન અશ્વિન
કૅરમ બૉલને શાનદાર રીતે ફેંકવાથી લઈને મહત્ત્વપૂર્ણ રન બનાવવા સુધી તેં હંમેશાં જીતનો રસ્તો શોધી કાઢ્યો. તારો વારસો દરેકને પ્રેરણા આપશે
- સચિન તેન્ડુલકર
હું તારી સાથે ૧૪ વર્ષ રમ્યો અને આજે જ્યારે તેં મને કહ્યું કે તું નિવૃત્તિ લઈ રહ્યાે છો તો એનાથી હું થોડો ભાવુક થઈ ગયો અને આટલાં વર્ષો સુધી સાથે રમવાની યાદો મારી સામે આવી
- વિરાટ કોહલી
એક ઉમદા વ્યક્તિ બનવાથી લઈને ક્રિકેટ-ઇતિહાસના મહાન ઑફ-સ્પિનરોમાંથી એક બનવા સુધી, તેની સિદ્ધિઓ ખૂબ જ ગર્વની વાત છે. તેણે સ્પિન બોલિંગને ફરીથી વ્યાખ્યાયિત કરી અને હંમેશાં આગળ રહેવાનો પ્રયાસ કર્યો. અશ્વિન યુવા ક્રિકેટરો માટે રોલ-મૉડલ છે.
- ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ રોજર બિન્ની
તું યુવા બોલરથી આધુનિક ક્રિકેટનો મહાન બોલર બન્યો. મને ખબર છે કે બોલરોની ભાવિ પેઢી કહેશે કે હું અશ્વિનને કારણે બોલર બન્યો.
- હેડ કોચ ગૌતમ ગંભીર
તેં તારી કુશળતા અને કળાથી ક્રિકેટની રમતને ખૂબ સમૃદ્ધ બનાવી છે
- ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રી
તારી યાત્રા અસાધારણ રહી. ૭૦૦થી વધુ ઇન્ટરનૅશનલ વિકેટો અને તેજસ્વી ક્રિકેટ-દિમાગ સાથે તું મેદાન પર રમનારા શ્રેષ્ઠ પ્લેયર્સમાંથી એક છે. અદ્ભુત કરીઅર માટે અભિનંદન અને મેદાનની બહાર ઉજ્જ્વળ ભવિષ્યની શુભેચ્છાઓ
- અનિલ કુંબલે
તારી બોલિંગ સમયે સ્લિપમાં ઊભા રહેતાં નીરસ ક્ષણ ક્યારેય નથી આવી. દરેક બૉલે એવું લાગ્યું કે એક તક આવી રહી છે
- અજિંક્ય રહાણે
ભારતીય ક્રિકેટમાં લાંબા સમય સુધી તારું સમર્પણ અને યોગદાન રહ્યું છે. એક શ્રેષ્ઠ પ્લેયર તરીકે ઇતિહાસ તને યાદ રાખશે
- ચેતેશ્વર પુજારા
એક દાયકાથી વધુ સમયથી ભારતીય સ્પિન બોલિંગના ધ્વજવાહક બનવા બદલ અભિનંદન. તારી સિદ્ધિઓ પર ખૂબ ગર્વ છે
- હરભજન સિંહ
વિશ્વના શ્રેષ્ઠ પ્લેયર્સને સ્પિન મૅજિકમાં ફસાવીને મુશ્કેલ પરિસ્થિતિમાં ટીમને મજબૂત બનાવવાની તારી અદ્ભુત સફર માટે અભિનંદન
- યુવરાજ સિંહ
ભારતના સર્વશ્રેષ્ઠ મૅચ-વિજેતાઓમાંના એક, બૉલના જાદુગર અને રમતનો ચતુર પ્લેયર અશ્વિન, તારી કરીઅર ગર્વ લેવા જેવી રહી. ભવિષ્ય માટે શુભકામનાઓ
- ICC ચૅરમૅન જય શાહ
તારી સાથે રમવાનો ગર્વ છે અને તું ચોક્કસપણે તામિલનાડુ તરફથી રમનાર સર્વકાલીન મહાન પ્લેયર છે
- દિનેશ કાર્તિક