૧૯૮૩ના વર્લ્ડ કપ વિજયની ઉજવણી કરી ભારતીય દિગ્ગજોએ વેસ્ટ ઇન્ડીઝમાં

27 June, 2024 12:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રવિ શાસ્ત્રીએ આ સેલિબ્રેશનના ફોટો શૅર કર્યા હતા

જીતની ૪૧મી વર્ષગાંઠ પર કેક-કટિંગ કરીને સેલિબ્રેશન કર્યું હતું

૧૯૮૩ની પચીસમી જૂને ક્રિકેટ જગતમાં પહેલી વખત ભારતીય ટીમ વર્લ્ડ ચૅમ્પિયન બની હતી. કપિલ દેવની કૅપ્ટન્સી હેઠળની આ જીતે ભારતીય ટીમને ક્રિકેટજગતમાં એક નવી શક્તિ તરીકે સ્થાપિત કરી હતી. T20 વર્લ્ડ કપની સેમી ફાઇનલ પહેલાં પચીસમી જૂને વેસ્ટ ઇન્ડીઝમાં ચૅમ્પિયન ટીમના ખેલાડીઓએ આ જીતની ૪૧મી વર્ષગાંઠ પર કેક-કટિંગ કરીને સેલિબ્રેશન કર્યું હતું.

રવિ શાસ્ત્રીએ આ સેલિબ્રેશનના ફોટો શૅર કર્યા હતા જેમાં ભારતીય ક્રિકેટ બોર્ડના વર્તમાન પ્રેસિડન્ટ રૉજર બિન્ની, સુનીલ ગાવસકર અને ભારતીય વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંત સાથે કેક કાપતા જોવા મળ્યા હતા. ચીફ સિલેક્ટર અજિત આગરકર અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પણ સેલિબ્રેશનમાં સાથે જોવા મળ્યા હતા. 

india indian cricket team west indies ravi shastri sunil gavaskar Rishabh Pant ajit agarkar mohammed siraj cricket news sports sports news