02 December, 2019 04:42 PM IST | Mumbai
મનીષ પાંડેએ અને અશ્રિતા શેટ્ટી
રવિવારની રાત સુધી ગુજરાતના સુરતમાં સૈયગ મુશ્તાક અલી ટ્રૉફીનો ફાઈનલ મુકાબલો રમીને પોતાની ટીમ કર્ણાટકને જીતાડનારા ભારતીય બેટ્સમેન મનીષ પાંડે સોમવારે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. મનીષે સાઉથ ફિલ્મોની એક્ટ્રેસ અશ્રિતા શેટ્ટી સાથે સાત ફેરા લીધા છે. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
લગભગ એક મહીના પહેલાથી મનીષ પાંડે અને ખૂબસૂરત એક્ટ્રેસ અશ્રિતા શેટ્ટીના લગ્નની ચર્ચા હતી, જેથી ઘરના લોકોએ લગ્નની તારીખ નક્કી કરી હતી. 2 ડિસેમ્બરે બંને મુંબઈમાં લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા છે. કેપ્ટન તરીકે ટીમને ટ્રૉફી જીતાડ્યા અને અડધી સદી માર્યા બાદ ખુદ મનીષે તેની જાણકારી આપી હતી.
મૂળ ઉત્તરાખંડના મનીષે ત્યાંના રીતિ રિવાજથી લગ્ન કર્યા છે. કેટલાક દિવસ પહેલા જ તેમના પરિવારે જાણકારી આપી હતી. મેચ રમ્યા બાદ તરત તેઓ મુંબઈ આવ્યા હતા. તેમના લગ્નની ખૂબસૂરત તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આ પણ જુઓઃ Devoleena Bhattacharjee: 'ગોપી વહુ'નો આ અવતાર ઉડાવી દેશે તમારા હોશ
30 વર્ષના મનીષ પાંડેએ ભારતીય ટીમ માટે વર્ષ 2015માં ડેબ્યૂ કર્યું હતું. જે બાદ તેમણે 23 વન ડે અને 32 ટી-20 ઈન્ટરનેશનલ મેચ ટીમ ઈન્ડિયા માટે જીત્યા હતા. મધ્યક્રમમાં બેટિંગ કરવા આવેલા મનીષ પાંડે ટી20માં બે હાફ સેન્ચ્યુરી પણ મારી છે.