સ્મૃતિ માન્ધનાએ રચ્યો ઇતિહાસ, વન-ડે ક્રિકેટમાં ૪૦૦૦ રન પૂરા કરનારી ફાસ્ટેસ્ટ ભારતીય મહિલા

11 January, 2025 08:59 AM IST  |  Rajkot | Gujarati Mid-day Correspondent

પહેલી વન-ડેમાં ભારતીય મહિલાઓએ આયરલૅન્ડને આસાનીથી હરાવી દીધું

સ્મૃતિ માન્ધના

ભારતની વિમેન્સ ક્રિકેટ ટીમે ગઈ કાલે ત્રણ મૅચની સિરીઝની પહેલી વન-ડેમાં આયરલૅન્ડની મહિલા ટીમને ૬ વિકેટે આસાનીથી હરાવી દીધી હતી. રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશન  સ્ટેડિયમમાં રમાયેલી મૅચમાં આયરલૅન્ડે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરી હતી અને ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૨૩૮ રન કર્યા હતા. એના જવાબમાં ભારતે ૩૪.૩ ઓવરમાં ૪ વિકેટે ૨૪૧ રન કરીને વિજય મેળવ્યો હતો.

ભારતની જીતમાં અત્યંત મહત્ત્વનો ફાળો પ્રતીકા રાવલ અને તેજલ હસબનીસે ચોથી વિકેટ માટે કરેલી ૧૧૬ રનની પાર્ટનરશિપનો હતો. ૧૧૬ રનના સ્કોર પર ત્રીજી વિકેટ પડી ત્યારે આ બન્ને બૅટર ભેગી થઈ હતી અને વિજય સાવ નજીક હતો ત્યારે ૨૩૨ રનના સ્કોર પર પ્રતીકા ૯૬ બૉલમાં ૮૯ રન કરીને આઉટ થઈ હતી. તેજલ ૪૬ બૉલમાં ૫૩ રન કરીને અણનમ રહી હતી.

સ્મૃતિ માન્ધના સાથે ઓપનિંગમાં આવેલી પ્રતીકાને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવી હતી. પ્રતીકા સાથે સ્મૃતિએ પણ ઓપનિંગમાં ધમાકેદાર શરૂઆત કરીને માત્ર ૨૯ બૉલમાં ૪૧ રન કર્યા હતા અને વિજયનો પાયો નાખ્યો હતો. કૅપ્ટન સ્મૃતિએ આ મૅચમાં વિમેન્સ વન-ડે ક્રિકેટમાં ૪૦૦૦ રનનો માઇલસ્ટોન આંબ્યો હતો. આ સિદ્ધિ મેળવનારી તે ફાસ્ટેસ્ટ ભારતીય અને જગતની થર્ડ-ફાસ્ટેસ્ટ મહિલા ક્રિકેટર છે. સ્મૃતિએ આ સિદ્ધિ ૯૫ વન-ડે રમીને મેળવી છે.

આ સિરીઝની બીજી મૅચ રવિવારે અને ત્રીજી ૧૫ જાન્યુઆરીએ છે.

વન-ડે ક્રિકેટમાં સ્મૃતિ માન્ધના

મૅચ

૯૫

ઇનિંગ્સ

૯૫

સેન્ચુરી

હાફ સેન્ચુરી

૨૯

રન

૪૦૦૧

સ્ટ્રાઇક-રેટ

૮૫.૬૯

ઍવરેજ

૪૪.૯૫

હાઇએસ્ટ

૧૩૬

ફોર

૪૮૩

સિક્સ

૪૩

કૅચ

૩૦

 

indian womens cricket team india ireland rajkot smriti mandhana cricket news sports news sports