09 December, 2022 02:31 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
મુંબઈમાં ગઈ કાલે ટી૨૦ સિરીઝની ટ્રોફી સાથે ભારતની મહિલા ટીમની કૅપ્ટન હરમનપ્રીત કૌર અને ઑસ્ટ્રેલિયાની સુકાની અલિસા હિલી.
આજે નવી મુંબઈમાં નાઇટ-સિરીઝ શરૂ થઈ રહી છે, જેની આ પહેલી મૅચ સાંજે ૭.૦૦ વાગ્યે શરૂ થશે.
બીજી મૅચ પણ આ જ સ્થળે રમાશે, જ્યારે બાકીની ત્રણ મૅચ બ્રેબર્ન સ્ટેડિયમમાં રમાશે.
છેલ્લે બન્ને દેશ વચ્ચેની ઑગસ્ટ ૨૦૨૨ની ટક્કરમાં ભારતનો કૉમનવેલ્થ ગેમ્સની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે ૯ રનથી પરાજય થયો હતો. એ પહેલાં, માર્ચ ૨૦૨૦માં ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને ૮૫ રનથી હરાવ્યું હતું. ભારતની ટીમમાં સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમાઇમા રૉડ્રિગ્સ, યાસ્તિકા ભાટિયા, રાજેશ્વરી ગાયકવાડ, હર્લીન દેઓલ, રેણુકા સિંહ, મેઘના સિંહ, રિચા ઘોષ, દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, અંજલિ સરવાણી, રાધા યાદવ અને એસ. મેઘનાનો સમાવેશ છે.
133
અલિસા હિલીએ ૨૦૧૮માં વડોદરામાં આટલા રન સાથે પ્રથમ સદી ફટકારી ભારતને હરાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી.