મુંબઈમાં આજથી ભારત અને વેસ્ટ ઇન્ડીઝની વિમેન્સ ટીમ વચ્ચે T20ની ટક્કર

15 December, 2024 09:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્પોર્ટ્‌સ ઍકૅડેમી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝની વિમેન્સ ટીમ વચ્ચે આજથી ત્રણ મૅચની T20 સિરીઝ રમાશે.

ભારતની કૅપ્ટન હરમનપ્રીત કૌર અને વેસ્ટ ઇન્ડીઝની કૅપ્ટન હૅલી મૅથ્યુઝ

નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્પોર્ટ્‌સ ઍકૅડેમી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝની વિમેન્સ ટીમ વચ્ચે આજથી ત્રણ મૅચની T20 સિરીઝ રમાશે. ભારતે નવેમ્બર ૨૦૧૯થી T20 ફૉર્મેટમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની તમામ આઠ મૅચ જીતી છે, પરંતુ આ વિજયરથ જાળવી રાખવા માટે હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીએ આત્મવિશ્વાસ સાથે બહાર આવવું પડશે. સાંજે ૭ વાગ્યે શરૂ થનારી ત્રણેય મૅચ એક દિવસના અંતરે યોજાશે જેનાથી ટીમની ફિટનેસ અને મનોબળની કઠિન પરીક્ષા થશે.

T20 હેડ-ટુ-હેડ રેકૉર્ડ
કુલ મૅચ    ૨૧
ભારતની જીત    ૧૩
વેસ્ટ ઇન્ડીઝની જીત    ૦૮

india west indies indian womens cricket team cricket news sports news sports t20 t20 international dy patil stadium navi mumbai