16 July, 2024 10:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિન્કુ સિંહ
ઝિમ્બાબ્વે ટૂર પર ભારતીય ટીમના ફીલ્ડિંગ કોચ બનીને ગયેલા સુભદીપ ઘોષે ડ્રેસિંગ રૂમમાં વર્લ્ડ ચૅમ્પિયન ફીલ્ડિંગ કોચ ટી. દિલીપની પરંપરા ચાલુ રાખી હતી. આ વખતે ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં ફીલ્ડર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો. આ ટૂર પર ભારતીય ટીમના મેન્ટર રહેલા વીવીએસ લક્ષ્મણે રિન્કુ સિંહને બેસ્ટ ફીલ્ડરનો મેડલ આપ્યો હતો. સ્પીચ દરમ્યાન રિન્કુ સિંહે કહ્યું હતું કે મને મેદાન પર બૅટિંગ કરતાં વધારે ફીલ્ડિંગ કરવી ગમે છે.