08 September, 2023 03:33 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : મિડ-ડે
એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજી મેચ રવિવારે રમવામાં આવશે. બન્ને ટીમ વચ્ચે બે સપ્ટેમ્બરે ગ્રુપ રાઉન્ડ રમાઈ હતી, પણ તે વરસાદને કારણે રદ થઈ ગઈ હતી.
એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)એ ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બરના થનારા એશિયા કપના સુપર-4 મેચ માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જો રવિવારે થનારી મેચમાં વરસાદે ખલેલ પાડી તો રિઝર્વ ડેએ મેચ રમવામાં આવશે. એશિયા કપમાં પહેલા બધા નિયમોમાં એક પણ રિઝર્વ ડે નહોતો. બન્ને ટીમ વચ્ચે થનારી મેચ માટે આ નિયમને શુક્રવારે (આઠ સપ્ટેમ્બર) એસીસીએ એડ કર્યો છે.
એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજી મેચ રવિવારે રમાશે. બન્ને ટીમ વચ્ચે 2 સપ્ટેમ્બરે ગ્રુપ રાઉન્ડમાં મેચ રમાઈ હતી, પણ તે વરસાદને કારણ રદ કરવી પડી. રસપ્રદ વાત એ છે કે ભારત-પાકિસ્તાન મેચ સુપર-4માં એકમાત્ર એવી મેચ છે જેને માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. સુપર-4ની કોઈપણ અન્ય મેચ માટે આ સુવિધા નહીં હોય. તે સિવાય 17 સપ્ટેમ્બરના થનારી ફાઈનલ માટે એક રિઝર્વ ડે છે.
કોલંબોમાં મેચ દરમિયાન વરસાદની શક્યતા
ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મેચ શ્રીલંકાની રાજધાની કોલંબો સ્થિત આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની છે. કોલંબોમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. અહીં સુધી કે તેની પાસેથી મેચની મેજબાની એટલે કે મેચ બીજા કોઈ સ્થળે રમાય તેવી પણ વાતો થઈ રહી હતી. માનવામાં આવી રહ્યું હતું કે મેચને હંબનટોટા અથવા દાંબુલામાં શિફ્ટ કરી દેવામાં આવશે, પણ એવું થયું નથી. હવે એશિયા કપની બાકીની બધી મેચ અહીં જ રમવામાં આવશે.
શું છે હવામાનનું પૂર્વાનુમાન?
એક્યૂવેદર વેબસાઈટ પ્રમાણે, મેચના દિવસે વરસાદ પડવાની શક્યતા 90 ટકા છે. રાતે તોફાન અને વાવટાની પણ શક્યતા છે. દિવસની તુલનામાં રાતે વરસદા વધી શકે છે. આ શક્યતા 96 ટકા સુધીની છે. રાતે વાદળ છવાઈ રહેવાની આશા 98 ટકા છે. વેધર ડૉટ કૉમે પણ વરસાદની શક્યતા 90 ટકા જણાવી છે.
મેચ રદ થઈ તો શું થશે?
ભારત અને પાકિસ્તાન વચ્ચે કોલંબોમાં મેચ રદ થાય છે તો રિઝર્વ ડે પર મેચ થશે. જો રિઝર્વ ડેના દિવસે પણ પરિણામ સામે નથી આવતું તો બન્ને ટીમોએ એર-એક પૉઈન્ટથી સંતોષ માનવાનો રહેશે.
જસપ્રીત બુમરાહ અને કેએલ રાહુલનું થશે કમબૅક
એશિયા કપમાં પાકિસ્તાન વિરુદ્ધ પહેલી મેચ રમ્યા બાદ ભારતીય ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ પોતાના પહેલા બાળકના જન્મ માટે સ્વદેશ પાછા ફર્યા હતા. આ કારણે તેણે નેપાલ સામેની મેચ મિસ કરવી પડી હતી. પણ હવે આનંદના સમાચાર એ છે કે બુમરાહ સુપર-4 માટે પાછા શ્રીલંકા પાછા આવી ગયા છે અને તે પાકિસ્તાન સહિત બધી મેચ માટે અવેલેબલ રહેશે. આ સિવાય ભારતીય વિકેટ કીપર બેટ્સમેન કેએલ રાહુલ પણ ફિટનેસ ટેસ્ટ પાસ કરીને સ્ક્વૉડ સાથે જોડાઈ ગયા છે. તે પણ પાકિસ્તાન વિરુદ્ધ મેચ માટે પસંદગી માટે ઉપલબ્ધ રહેશે.