ચાર વર્ષ સુધી રિઝર્વ પ્લેયર તરીકે રમ્યો, પણ જ્યારે તક મળી ગઈ ત્યારે વિલ યંગ પોતાની ઓળખ બનાવવામાં સફળ રહ્યો

06 November, 2024 11:55 AM IST  |  New Zealand | Gujarati Mid-day Correspondent

વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ-ડેબ્યુ કરનાર વિલ યંગ ૪ વર્ષ સુધી એક રિઝર્વ પ્લેયર તરીકે જ મેદાન પર ઊતરતો હતો, પરંતુ તેણે ભારત સામે મળેલી તકનો લાભ ઉઠાવ્યો અને પોતાની ઓળખ બનાવવામાં સફળ રહ્યો.

વિલ યંગ

ભારત સામેની ટેસ્ટ-સિરીઝમાં કેન વિલિયમસનની ઇન્જરીને કારણે ૩૧ વર્ષના વિલ યંગને સ્થાન મળ્યું હતું. ડિસેમ્બર ૨૦૨૦માં વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ-ડેબ્યુ કરનાર વિલ યંગ ૪ વર્ષ સુધી એક રિઝર્વ પ્લેયર તરીકે જ મેદાન પર ઊતરતો હતો, પરંતુ તેણે ભારત સામે મળેલી તકનો લાભ ઉઠાવ્યો અને પોતાની ઓળખ બનાવવામાં સફળ રહ્યો.

કેન વિલિયમસન

એક ઇન્ટરવ્યુમાં વિલ યંગે કહ્યું હતું કે ‘૪ વર્ષ પહેલાં પદાર્પણ કર્યા બાદ હું ટીમની અંદર અને બહાર થતો રહ્યો. હું વર્ષોથી રિઝર્વ બૅટ્સમૅન હતો એથી મેદાન પર બ્રેક દરમ્યાન પાણી આપવા આવતા પ્લેયરની લાગણીને હું સારી રીતે સમજું છું. જ્યારે મને તક મળી ત્યારે હું મારી રીતે રમવા વધુ ઉત્સાહિત હતો અને મેં કેન વિલિયમસનની જગ્યા લેવાનો પ્રયાસ કર્યો નહોતો. કેનનું સ્થાન લેવાને બદલે મેં એને મારા માટે એક મોટી તક તરીકે જોઈ. ભારતમાં રમવા વિશે તેણે અમને મહત્ત્વપૂર્ણ સલાહ આપી હતી.’

મુંબઈ ટેસ્ટમાં ૭૧ અને ૫૧ રનની બે શાનદાર ઇનિંગ્સ રમનાર વિલ યંગ ત્રણ ટેસ્ટમાં ૨૪૪ રન બનાવીને પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યો હતો. તેણે ન્યુ ઝીલૅન્ડ માટે ૧૯ ટેસ્ટમાં ૩૪ ઇનિંગ્સ રમીને ૯૬૧ રન ફટકાર્યા છે.

kane williamson india new zealand west indies mumbai test cricket cricket news sports news sports