ન્યુ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝ માટે ૧૫ સભ્યોની ભારતીય ટીમ જાહેર

12 October, 2024 11:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રોહિત શર્મા ટીમનો કૅપ્ટન છે અને જસપ્રીત બુમરાહ વાઇસ કૅપ્ટન છે

ફાઇલ તસવીર

ભારતીય ક્રિકેટ બોર્ડે ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝ માટેની જાહેરાત કરી હતી. રોહિત શર્મા ટીમનો કૅપ્ટન છે અને જસપ્રીત બુમરાહ વાઇસ કૅપ્ટન છે. આ સિરીઝ માટે ૧૫ સભ્યોની ટીમ પસંદ કરવામાં આવી છે. ન્યુ ઝીલૅન્ડ સામે પ્રથમ ટેસ્ટ ૧૬થી ૨૦ ઑક્ટોબર, બીજી ટેસ્ટ ૨૪થી ૨૮ ઑક્ટોબર અને ત્રીજી ટેસ્ટ ૧ નવેમ્બરથી પાંચ નવેમ્બર સુધી રમાશે.

ભારતીય ટીમ : રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, યશસ્વી જાયસવાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કે.એલ. રાહુલ, સરફરાઝ ખાન, રિષભ પંત, ધ્રુવ જુરેલ, રવિચન્દ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ.

હર્ષિત રાણા, નીતીશ કુમાર રેડ્ડી, મયંક યાદવ અને પ્રસિદ્ધ ક્રિષ્ના રિઝર્વ ખેલાડી તરીકે ટીમ સાથે રહેશે.

india indian cricket team new zealand test cricket rohit sharma jasprit bumrah yashasvi jaiswal shubman gill virat kohli kl rahul sarfaraz khan Rishabh Pant dhruv Jurel ravichandran ashwin ravindra jadeja axar patel Kuldeep Yadav mohammed siraj prasidh krishna cricket news sports sports news