રિષભ પંત સાથે થઈ બેઇમાની અને ભારતના હાથમાંથી સરકી ગઈ જીત

04 November, 2024 09:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિફેન્સ કરવાના ચક્કરમાં રિષભ પંતના પૅડ સાથે બૉલ અથડાઈને કિવી વિકેટકીપરના હાથમાં ગયો હતો. ન્યુ ઝીલૅન્ડ ટીમની જોરદાર અપીલ પર મેદાનના અમ્પાયરે આઉટ જાહેર ન કરતાં DRSની મદદ લેવામાં આવી હતી

રિષભ પંત

ગઈ કાલે ૨૧.૪ ઓવરે ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો હતો, જ્યારે એજાઝ પટેલની ઓવરમાં રિષભ પંતને વિવાદસ્પદ આઉટ આપવામાં આવ્યો હતો. ડિફેન્સ કરવાના ચક્કરમાં રિષભ પંતના પૅડ સાથે બૉલ અથડાઈને કિવી વિકેટકીપરના હાથમાં ગયો હતો. ન્યુ ઝીલૅન્ડ ટીમની જોરદાર અપીલ પર મેદાનના અમ્પાયરે આઉટ જાહેર ન કરતાં DRSની મદદ લેવામાં આવી હતી. 

નિર્ણય થર્ડ અમ્પાયર પાસે ગયો ત્યારે તેમણે જોયું કે બૉલ પૅડ સાથે અથડાતાં પહેલાં બૅટની નજીકથી પસાર થતાં સ્નિકોમીટરમાં સ્પાઇક બનાવી રહ્યો હતો. મામલો એટલો નજીકનો હતો કે કિવીઓને મોટો ફાયદો થયો અને પંત કૅચઆઉટ જાહેર થયો. બૉલ પૅડને વાગ્યો છે, બૅટને નહીં, આ વાત જાણતો રિષભ પંત થર્ડ અમ્પાયરના નિર્ણયથી ખૂબ જ નિરાશ થયો હતો. સાઉથ આફ્રિકાના દિગ્ગજ એબી ડિવિલિયર્સે આ નિર્ણયને વિવાદાસ્પદ ગણાવીને હૉટ-સ્પૉટ ટેક્નિકનો ઉપયોગ કરવા પર જોર આપ્યું હતું.

india new zealand mumbai Rishabh Pant test cricket cricket news sports news sports