ભારત-ન્યુ ઝીલૅન્ડની પ્રથમ ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદે ધોઈ નાખ્યો

17 October, 2024 10:13 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

આજે મૅચ ૧૫ મિનિટ વહેલી શરૂ થશે

બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોહિત શર્મા

ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ગઈ કાલથી શરૂ થયેલી ટેસ્ટમૅચના પહેલા દિવસે વરસાદને લીધે રમત શરૂ જ નહોતી થઈ શકી એટલું જ નહીં, ટૉસ પણ નહોતો થઈ શક્યો. આજે મૅચ ૧૫ મિનિટ વહેલી શરૂ થશે અને ૯૦ને બદલે દિવસમાં ૯૮ ઓવર ફેંકવામાં આવશે.

india new zealand bengaluru rohit sharma test cricket cricket news sports sports news