પહેલી ટેસ્ટમાં બંગલાદેશના ખરાબ પ્રદર્શન માટે SG બૉલને જવાબદાર માને છે તસ્કીન અહમદ

22 September, 2024 12:00 PM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

પહેલી ટેસ્ટમાં બંગલાદેશના ખરાબ પ્રદર્શન માટે SG બૉલને જવાબદાર માને છે તસ્કીન અહમદ

તસ્કીન અહમદ

બંગલાદેશના ૨૯ વર્ષના ફાસ્ટ બોલર તસ્કીન અહમદે ભારત સામેની પહેલી ટેસ્ટ-મૅચમાં ટીમના ખરાબ પ્રદર્શન પર ચર્ચા કરતાં કહ્યું હતું કે ‘SG બૉલ સાથે રમવું પણ એક પડકાર છે. ભારતીય ખેલાડીઓ નાનપણથી જ SG બૉલ સાથે રમતા હતા એથી તેઓ એનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો એ જાણે છે જેનાથી તેમને મોટો ફાયદો થયો. અમે નવા બૉલથી કેટલીક ભૂલ પણ કરી છે. SG બૉલ અને ચેન્નઈની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રથમ ૧૦-૧૨ ઓવર ખૂબ જ પડકારજનક હતી.’

તસ્કીન અહમદે પહેલી ઇનિંગ્સમાં ૨૧ ઓવરમાં પંચાવન રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે બીજી ઇનિંગ્સમાં તે સાત ઓવરમાં બાવીસ રન આપીને એક વિકેટ લઈ શક્યો છે.

test cricket india bangladesh cricket news sports sports news