ભારતની ધરતી પર બંગલાદેશ માટે સર્વશ્રેષ્ઠ ટેસ્ટ-સ્પેલ ફેંકનાર બોલર બન્યો હસન મહમૂદ

20 September, 2024 09:52 AM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

૨૪ વર્ષના બંગલાદેશી બોલર હસન મહમૂદે ગઈ કાલે ૧૮ ઓવરમાં ૫૮ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. આ કોઈ પણ બંગલાદેશી બોલરનું ભારતની ધરતી પર ટેસ્ટમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું.

હસન મહમૂદ

૨૪ વર્ષના બંગલાદેશી બોલર હસન મહમૂદે ગઈ કાલે ૧૮ ઓવરમાં ૫૮ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. આ કોઈ પણ બંગલાદેશી બોલરનું ભારતની ધરતી પર ટેસ્ટમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. તેણે હિટમૅન રોહિત શર્મા, રનમશીન વિરાટ કોહલી, ભારતીય ક્રિકેટના પ્રિન્સ શુભમન ગિલ અને મૅચવિનર રિષભ પંતને પચીસ ઓવરમાં જ આઉટ કરીને ભારતીય બૅટિંગ લાઇનઅપની કમર તોડી નાખી હતી. 

રિષભ પંત, રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી

ચાર મેઇડન ઓવર ફેંકનાર આ ફાસ્ટ બોલરે રોહિત શર્માને બંગલાદેશી કૅપ્ટન નઝમુલ હુસૈન શાન્તોના હાથે અને બાકીના ત્રણેય બૅટરને વિકેટકીપર લિટન દાસના હાથે કૅચઆઉટ કરાવ્યા હતા. 

૨૦૨૦ના માર્ચમાં ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરનાર હસન મહમૂદે ૨૦૨૪ના એપ્રિલમાં શ્રીલંકા સામે ટેસ્ટ-ડેબ્યુ કર્યું હતું. ચેન્નઈ ટેસ્ટ પહેલાં તેણે કરીઅરમાં માત્ર ત્રણ ટેસ્ટ રમીને ૧૪ વિકેટ લીધી હતી. પાકિસ્તાન સામેની ઐતિહાસિક ટેસ્ટ-સિરીઝમાં તેણે કુલ ૮ વિકેટ લઈને શાનદાર પ્રદર્શન કર્યું હતું.

india bangladesh test cricket indian cricket team rohit sharma virat kohli shubman gill sports sports news cricket news