હાર્દિક પંડ્યા અને રિયાન પરાગ બન્નેને પછાડીને વૉશિંગ્ટન સુંદર બન્યો ફીલ્ડર ઑફ ધ સિરીઝ

14 October, 2024 10:38 AM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

ભારતનો યુવા ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર બંગલાદેશ સામેની T20 સિરીઝમાં તેની શાનદાર ફીલ્ડિંગ માટે ભારતીય ક્રિકેટ ટીમનો આ સિરીઝનો ઇમ્પૅક્ટ ફીલ્ડર અવૉર્ડ જીત્યો હતો. વૉશિંગ્ટને આ અવૉર્ડની રેસમાં હાર્દિક પંડ્યા અને રિયાન પરાગને પાછળ છોડી દીધા હતા.

ભારતનો યુવા ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર

ભારતનો યુવા ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર બંગલાદેશ સામેની T20 સિરીઝમાં તેની શાનદાર ફીલ્ડિંગ માટે ભારતીય ક્રિકેટ ટીમનો આ સિરીઝનો ઇમ્પૅક્ટ ફીલ્ડર અવૉર્ડ જીત્યો હતો. વૉશિંગ્ટને આ અવૉર્ડની રેસમાં હાર્દિક પંડ્યા અને રિયાન પરાગને પાછળ છોડી દીધા હતા. ભારતના ફીલ્ડિંગ-કોચ ટી. દિલીપે વૉશિંગ્ટનની શાનદાર ફીલ્ડિંગની પ્રશંસા કરી હતી.

ફીલ્ડિંગ-કોચે હાર્દિક પંડ્યાની ઊર્જાની સરખામણી ટૉપ ગિઅરની ફૉર્મ્યુલા વન કાર સાથે કરી હતી. મુશ્કેલ કૅચ પણ ખૂબ સરળ બનાવવા માટે રિયાન પરાગ બીજો દાવેદાર હતો. જોકે વૉશિંગ્ટને બાઉન્ડરી લાઇન પર સચોટ ફીલ્ડિંગના આધારે બન્નેને પાછળ છોડી દીધા. તેણે સિરીઝમાં ત્રણ કૅચ લીધા અને પ્રતિ ઓવર માત્ર પાંચ રનના ઉત્તમ ઇકૉનૉમી રેટ સાથે બોલિંગ કરીને ત્રણેય મૅચમાં ૧-૧ વિકેટ લીધી હતી.

washington sundar hardik pandya riyan parag indian cricket team india bangladesh hyderabad t20 international cricket news sports sports news