25 September, 2024 08:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આકાશ દીપ
બંગલાદેશ સામેની સિરીઝના પ્રી-મૅચ કૅમ્પ દરમ્યાન વિરાટ કોહલીએ તેનું એક બૅટ પોતાના રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના સાથી ખેલાડી અને ફાસ્ટ બોલર આકાશ દીપને ગિફ્ટ કર્યું હતું. એક ઇન્ટરવ્યુમાં આ બૅટ વિશે વાત કરતાં આકાશ દીપે કહ્યું હતું કે ‘કોહલીએ પોતે જ તેને બૅટ ગિફ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો. એ મારા માટે એક શાનદાર ભેટ છે અને હું ક્યારેય એનાથી બૅટિંગ કરીશ નહીં અને એને મારા રૂમમાં મેમરી તરીકે રાખીશ.’
કૅપ્ટન રોહિત શર્માનાં ભરપૂર વખાણ કરતાં તેણે કહ્યું હતું કે ‘હંમેશાં કહું છું કે રોહિતભાઈની કૅપ્ટન્સીમાં રમવું સૌભાગ્ય અને નસીબની વાત છે. તેમના નેતૃત્વમાં રમવા બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. તે એક અલગ પ્રકારનો કૅપ્ટન છે, મેં તેના જેવો કૅપ્ટન ક્યારેય જોયો નથી. તે સર્વશ્રેષ્ઠ કૅપ્ટન છે જેની હેઠળ હું રમ્યો છું. તે એક શાંત વ્યક્તિ છે. તે દરેક ખેલાડી માટે વસ્તુઓ સરળ રાખે છે.’
આકાશ દીપ સિંહે બંગલાદેશ સામેની પહેલી ટેસ્ટમાં ૧૧ ઓવરમાં ૪૯ રન આપીને બે વિકેટ ઝડપી છે.