ભારતીય ટીમે પહેલી T20માં માત્ર ૧૧.૫ ઓવરમાં ટાર્ગેટ પાર કર્યો

07 October, 2024 11:28 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

પહેલી T20માં બંગલાદેશને ૭ વિકેટે હરાવીને વિજયી શરૂઆત કરી ભારતે

નીતીશ રેડ્ડી (૧૧૬મી)ને પાર્થિવ પટેલ અને મયંક યાદવ (૧૧૭મી)ને મુરલી કાર્તિક તરફથી મળી T20 ઇન્ટરનૅશનલ કૅપ.

ગ્લાવિયરમાં ગઈ કાલે રમાયેલી પહેલી T20 મૅચમાં ૭ વિકેટે જીત મેળવીને ભારતીય ટીમે બંગલાદેશ સામે ત્રણ મૅચની સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી છે. બંગલાદેશની ટીમ ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરવા ઊતરી હતી એ ૧૯.૫ ઓવરમાં ૧૨૭ રન બનાવીને ઑલઆઉટ થઈ હતી. ભારતીય ટીમે ૧૧.૫ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ૧૩૨ રન બનાવીને આ ટાર્ગેટ ચેઝ કર્યો હતો. 

આ મૅચમાં હાર્દિક પંડ્યાએ ૧૬ બૉલમાં ૩૫ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. ૩.૫ ઓવરમાં ૧૪ રન આપીને ત્રણ વિકેટ લેનાર અર્શદીપ સિંહ પ્લેયર ઑફ ધ મૅચ જાહેર થયો છે.

બાવીસ વર્ષના ફાસ્ટ બોલર મયંક યાદવે પહેલી મૅચમાં ૪ ઓવરમાં ૨૧ રન આપીને એક વિકેટ ઝડપી હતી. તેણે પોતાની કરીઅરની પહેલી જ ઓવર મેઇડન ફેંકી હતી. 

ત્રણ વર્ષ બાદ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં વાપસી કરીને ત્રણ વિકેટ લીધી વરુણ ચક્રવર્તીએ

IPL 2024માં ૧૫૦ પ્લસ કિલોમીટર પ્રતિ કલાકની બોલિંગ-સ્પીડ માટે જાણીતા આ બોલરનો ઇન્ટરનૅશનલ કરીઅરનો પહેલો બૉલ ૧૪૧.૮ કિલોમીટર પ્રતિ કલાકનો હતો. આ મૅચમાં તેનો ફાસ્ટેસ્ટ બૉલ ૧૪૯.૯ કિલોમીટર પ્રતિ કલાકની ગતિનો હતો. બીજી ઓવરનો બીજો બૉલ ૧૪૬.૧ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ફેંકીને તેણે મહમુદુલ્લાહને એક રને આઉટ કર્યો હતો. ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીએ બે ઓવરમાં ૧૭ રન આપ્યા હતા અને ૧૫ બૉલમાં ૧૬ રનની ઇનિંગ્સ પણ રમી હતી.

indian cricket team india bangladesh t20 arshdeep singh hardik pandya parthiv patel lucknow cricket news sports news sports