01 October, 2024 03:57 PM IST | Chennai | Gujarati Mid-day Correspondent
સમિત દ્રવિડ
ગઈ કાલથી ચેન્નઈમાં શરૂ થયેલી ભારત અને ઑસ્ટ્રેલિયા અન્ડર-19 ટીમની પ્રથમ ચાર-દિવસીય મૅચમાંથી ભૂતપૂર્વ ભારતીય કોચ રાહુલ દ્રવિડનો દીકરો સમિત દ્રવિડ બહાર થઈ ગયો છે. ઘૂંટણની ઈજાથી પીડિત સમિત હાલમાં નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (NCA)માં છે અને સાત ઑક્ટોબરથી શરૂ થતી બીજી મૅચ માટે પણ તે ફિટ થઈ શકે એવી શક્યતા નથી.
વન-ડે સિરીઝમાં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયા સામે ૩-૦થી ક્લીન સ્વીપ કરી હતી. એ સમયે તેનું MRI કરવામાં આવ્યું હતું. સમિત માટે અન્ડર-19 સ્તર પર રમવાની આ છેલ્લી તક છે અને તે ૧૧ ઑક્ટોબરે ૧૯ વર્ષનો થશે અને ICC અન્ડર-19 વર્લ્ડ કપ 2026 રમી શકશે નહીં. આ સમાચાર જ્યારે લખાઈ રહ્યા છે ત્યારે તેની ઉંમર ૧૮ વર્ષ ૩૫૫ દિવસ છે.